Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દંપતિ વચ્ચે ઝગડા થતાં પતિએ ફાસો ખાઇ જીવન ટૂંકાવ્યું

  • June 24, 2021 

કડોદરા ગામે રહેતા પતિ પત્ની વચ્ચે મંગળવારના રોજ નજીવી બાબતને લઈ ઝગડો થયો હતો. ત્યારબાદ પતિને માઠુ લાગી આવતા તેણે પોતાના જ ઘરમાં રાત્રી દરમ્યાન ઘરે ફાસો ખાઇ જીવન ટુંકાવી દીધુ હતુ.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા પ્રીયંકા સોસાયટીમાં રહેતા બોલેશ્વર ગડાધર મહારાણા (ઉ.વ.૩૩) એ સાંજના સુમારે તેની પત્ની સાથે કોઇ નજીવી બાબતે ઝગડો થયો હતો. અને ત્યારબાદ દંપતી તેમના ઘરમાં રાત્રીના સમયે સુઇ ગયુ હતુ. ત્યારે બોલેશ્વરને પત્ની સાથે થયેલ ઝગડાને લઇ માઠુ લાગી આવતા પતિએ પોતાના જ મકાનમાં ફાંસો ખાઇ લઈ જીવન ટુંકાવ્યું હતું. ત્યારબાદ તેની પત્ની જાગી જતા તેઓ તાત્કાલીક સારવાર માટે ચલથાણ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનુ મોત નીપજ્યુ હતુ. બનવા અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application