Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગરમાં તંત્રના ચોપડે શહેરી ગાંમડાઓમાં આ વર્ષે સૌથી વધુ 24 લાખનો બાકી વેરો બોરીજના નામે નોંધાયો

  • February 20, 2024 

ગાંધીનગર શહેરના સેક્ટર વિસ્તાર સહિતના શહેરી ગામડાઓમાં પાણી-ડ્રેનેજની સેવા પર પાટનગર યોજના વિભાગ દ્વારા વાર્ષિક વેરો ઉઘરાવવામાં આવે છે. પરંતુ શહેરીજનો દ્વારા વેરો ભરવામાં બાંધછોડ કરવામાં આવતી હોવાના કારણે તંત્રને ડ્રેનેજ વેરાની બાકી રકમ પર વ્યાજ વસૂલવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલી જોવાં મળી છે. તંત્ર દ્વારા એડવાન્સ વેરો ભરનારને આર્થિક લાભ પણ પૂરો પાડવામાં આવતો હોય છે, તેમ છતાં શહેરીજનોના વર્ષો સુધીના બાકી વેરાને કારણે તંત્રના માંગણા સતત વધતાં જોવાં મળ્યાં છે. પાણી જેવી આવશ્યક જરૂરીયાત પર તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું વ્યાજ વસૂલવામાં આવતું નથી. વર્ષો સુધીના વેરા બાકી હોય તેવા શહેરીજનોના કનેક્શન પણ તંત્ર દ્વારા કાપવામાં નથી આવતાં કારણે કે પાયાની જરૂરીયાત સમું પાણી દરેકને ફાળવવું જરૂરી છે.


પરંતુ તંત્ર દ્વારા 2 નાણાંકીય વર્ષથી ડ્રેનેજ વેરો બાકી હોય તેવા શહેરીજનોના વેરા પર 20% લેખે વ્યાજ વસૂલાતું હોય છે. તંત્રના ચોપડે શહેરી ગાંમડાઓમાં આ વર્ષે સૌથી વધુ 24 લાખનો બાકી વેરો બોરીજના નામે નોંધાયો છે. વર્ષ 2020 થી લઈને વર્ષ 2022 સુધી ડ્રેનેજની સેવા પર તંત્ર દ્વારા નાંખવામાં આવેલ વેરો ભરવામાં નિરસ એવાં શહેરીજનો પાસેથી તંત્રે વ્યાજ લેવાનું નક્કી કર્યું છે. અંદાજીત 2.20 લાખની રકમનું માત્ર વ્યાજ તંત્ર દ્વારા ચાલું નાણાંકિય વર્ષ દરમિયાન વસૂલવામાં આવશે. વેરા પર લાગેલ વ્યાજ એ અગાઉના 2 વર્ષથી ન ભરેલાં વેરા મુજબ વસૂલવામાં આવ્યું છે. જેથી કરીને શહેરીજનોને ચાલું નાણાંકિય વર્ષના વેરા સહિત અગાઉના વર્ષનો બાકી વેરો અને વ્યાજ પણ ભરવાનો વારો આવ્યો છે.


તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં તેમજ શહેરી ગામડાઓમાં પાણી ડ્રેનેજની સુવિધા પૂરી પાડવા માટે નવા કામો હાથ ધરવામાં આવેલાં છે. પરંતુ પાણી ડ્રેનેજ જેવી સુવિધાને લઈને તંત્ર દ્વારા ઉગરાવવામાં આવતો વેરો ભરવામાં શહેરીજનો હાથ ઉંચા કરી દેતાં હોવાથી તંત્રનું આર્થિક ભારણ સતત વધતું જતું હોય છે. તંત્ર દ્વારા ડ્રેનેજ સેવાં પૂરી પાડવા માટે વાર્ષિક 27 રૂપિયાથી લધુત્તમ 105 રૂપિયા સુધીનું ઉઘરાણું કરવામાં આવતું હોય છે. આમ છતાં લાભાર્થીઓ દ્વારા વેરો ભરવામાં આળસ રાખવામાં આવે છે. પાણી અને ડ્રેનેજ સંબધીત વેરો ઉધરાવતાં પાટનગર યોજના વિભાગને માથે કરોડોનું માંગણું બાકી છે.


પરંતુ વેરા વસૂલાતનો સમય માત્ર 3 કલાકનો રાખેલ હોવાથી શહેરીજનોના યોજના વિભાગ ખાતે ઘક્કા વધ્યાં છે. સમયમર્યાદાના કારણે વેરો ભર્યા વગર જ પરત ફરવાનો વારો આવતો હોય છે. તંત્રે આ વર્ષે 25 હજારથી વધારે બીલો ફાળવીને પાણી ડ્રેનેજના વેરાની વસૂલાત શરૂ કરી છે. જેના બિલ વિતરણની કામગીરી પણ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન તંત્રને 2.59 કરોડ રૂપિયાની વેરા વસૂલાત કરવાની છે. ગાંધીનગરના તમામ સેક્ટર વિસ્તાર સહિત 8 શહેરી ગાંમડાઓમાંથી પણ તંત્ર પાણી અને ડ્રેનેજ વેરાની વસૂલાત કરતું હોય છે. શહેરી ગાંમડાઓમાંથી બાકી વેરાની રકમ લાખોમાં પ્રતિવર્ષ જોવાં મળતી હોય છે. જેની વસૂલી કરતાં તંત્રને પણ હાલની તારીખે તો મુશ્કેલી સર્જાતી જોવાં મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application