વ્યારા તાલુકાના છીંડિયા ગામે રહેતા પુનિયાભાઈ ઉકડીયાભાઈ કોટવાળીયા અને તેના પરિવારજનો સમય જતા ખ્રિસ્તી ધર્મ પાળવા લાગ્યા હતા જેથી તેઓના રહેણાકના ઘરને પ્રાર્થના ઘર તરીકે ઉપયોગ કરતા હતા. જોકે સમય જતા પુનિયાભાઈ ફરી હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી હતી. ત્યારબાદ તેઓના રહેણાંકની આસપાસની બ્લોક નંબર-231 સર્વે નંબર-204વાળી જમીનમાં ઝૂંપડા બનાવી રહેતા આદિમજૂથના લોકો કે જેઓ ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાથી પુનિયાભાઈ કોટવાળીયા સાથે દુશ્મન જેવો વ્યવહાર શરૂ કર્યો હતો.
તેમજ જમીનની માલિકી અંગે વિવાદ થતા મામલો કોર્ટમાં ગયો હતો અને લાંબી કાનૂની લડત બાદ ડીસ્ટ્રીક કોર્ટે પુનિયાભાઈ કોટવાળીયાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો ત્યારબાદથી ઝુંપડા બનાવી રહેતા લોકોમાં જમીન ખાલી કરવાનો ભય પેઠો હતો જેને લઈ વારંવાર બંને પક્ષો વચ્ચે ઝઘડા ચાલતા આવ્યા છે અને હાલમાં સરકારી આવાસ યોજના હેઠળ પુનિયાભાઈ કોટવાળીયાના પુત્ર અર્જુન કોટવાળીયા નામે આવાસ મંજુર થયું છે જ્યારે બાકીના લોકોને યોજનાનો લાભ મળ્યો નથી.
જેથી શુક્રવારના રોજ બીટીટીએસના પ્રમુખે આદિમ જૂથના સરકારી આવાસની યોજનાથી વંચિત લોકોને સાથે રાખી કલેક્ટર કચેરીમા પુનિયાભાઈ કોટવાળીયાની તેની પત્ની રાધાબેન કોટવાળીયા સહિતના પરિવારજનોમાં વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતી જેમાં આક્ષેપ કરાયો કે, પુનિયાભાઈ કોટવાળીયા એ 7/12માં નામ દાખલ કરવા હક્ક પત્રકમાં ચેડા કર્યા છે. બાપદાદાની જમીન હડપવા ગાળાગાળી અને ઉશ્કેરણી કરે છે, ઉપરાંત ખોટી ફરિયાદો કરે છે જેથી આદિમજૂથના લોકોએ ગત તારીખ 12 નવેમ્બર 2018 દરમિયાન કૃષિપંચ મામલતદારની કોર્ટમાં ગામના નમુના 7/12માં નામ દાખલ કરવા અપીલ કરી હતી પરંતુ હજી નામો દાખલ થયા નથી એમ પણ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500