Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ 6 મહિનામાં ઓટો રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે 9 ટકા વૃદ્ધિ જોવા મળી

  • October 13, 2023 

વર્તમાન નાણાં વર્ષ દેશના ઓટો ઉદ્યોગ માટે સંતોષકારક રીતે પસાર થવાની શકયતા જોવાઈ રહી છે. ઊતારૂ વાહનો તથા થ્રી વ્હીલર્સની આગેવાની હેઠળ વર્તમાન નાણાં વર્ષના પ્રથમ 6 મહિનામાં ઓટો રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે નવ ટકા વૃદ્ધિ જોવા મળી છે. નાણાં વર્ષ 2022-23ના પ્રથમ 6 મહિમાં એકંદરે 1.01 કરોડ વાહનોના રજિસ્ટ્રેશનની સામે વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં કુલ રજિસ્ટ્રેશન આંક 1.10 કરોડ રહ્યો છે, એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું. દરેક પ્રકારના વાહનોના રિટેલ વેચાણમાં વધારો થયો છે જેમાં સૌથી વધુ વેચાણ થ્રી વ્હીલર્સનું થયું છે.



માલ સામાનના લોડિંગ માટે થ્રી વ્હીલર્સની માગ વધી રહી છે. ઊતારૂ વાહનોનું વેચાણ 6 ટકા વધી 18,08,311 એકમ રહ્યું છે. વર્તમાન વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરમાં ઊતારૂ વાહનોનો રિટેલ વેચાણ આંક વિક્રમી રહ્યો છે. ગયા નાણાં વર્ષના પ્રથમ 6 મહિનામાં 17,02,905 વાહનોનો રેકોર્ડ આ વર્ષે તૂટયો છે. ઊતારૂ વાહનોમાં નવા લોન્ચિંગ ઉપરાંત ઉત્પાદકો તરફથી પ્રોત્સાહક ઓફરો વેચાણમાં વૃદ્ધિ માટે કારણભૂત રહ્યા છે. થ્રી વ્હીલર્સના વેચાણમાં 66 ટકા વધારો થઈને 5,33,353 એકમ રહ્યું હોવાનું ફાડા દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે. ટુ વ્હીલર્સના વેચાણમાં સાત ટકા વૃદ્ધિ થઈને 78,28,015 વાહનો  રહ્યું છે. કમર્સિઅલ વાહનો તથા ટ્રેકટર્સના રિટેલ વેચાણમાં પણ અનુક્રમે 3 ટકા અને 14 ટકા વૃદ્ધિ થઈ છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ 6 મહિનાની જેમ પાછલા 6 મહિના પણ ઓટો રિટેલ વેચાણ માટે  પ્રોત્સાહક પસાર થવાની ઉદ્યોગ દ્વારા અપેક્ષા રાખવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application