Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારે વરસાદને કારણે મૃત્યુ પામેલા બે વ્યકિતઓના પરિવારજનો સહીત ૪ પશુ મૃત્યુ પેટે પશુપાલકોને ત્વરિત સહાય ચૂકવાઈ

  • July 16, 2022 

ડાંગ જિલ્લામા નોંધાયેલા ભારે વરસાદને પગેલ ગત સપ્તાહે નોંધાયેલા બે માનવ મૃત્યુ સામે, રાજ્ય સરકારે ત્વરિત કામગીરી હાથ ધરી, કમનસીબ મૃત્યુઓ ભોગ બનનારા બે વ્યક્તિઓના પરિવારજનોને કુલ રૂ.૮ લાખની સહાયની ચુકવણી કરી સંવેદનશીલતા દાખવી છે.



પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામા માનવ મૃત્યુ સાથે ૧૪ જેટલા મૂંગા પશુઓના પણ મૃત્યુ નોંધાયા છે. જે પૈકી ૪ કેસોમા કુલ રૂ.૮૭ હજારની સહાયની ચુકવણી કરવા સાથે, જિલ્લા વહીવટી તંત્રે વરસાદને કારણે સંપૂર્ણ નાશ પામેલા એક કાચા મકાનના માલિકને રૂ.૯૫ હજાર ૧૦૦ ની સહાય ચુકવ છે. તો અંશતઃ નાશ પામેલા ૧૧ કાચા મકાનોના અસરગ્રસ્તોને રૂ.૩૫ હજાર ૨૦૦, તથા અંશતઃ નાશ પામેલા ચાર પાકા મકાનોના માલિકોને રૂ.૨૦ હજાર ૮૦૦ ની રાશી,ત્વરિત જ ચૂકવીને અસરગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદનશીલતા દાખવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application