રાજ્યમાં વધી રહેલી ગુનાખોરીને પગલે હવે સરકારના આદેશને પગલે ગાંધીનગર જિલ્લામાં પણ પોલીસ દ્વારા ૧૬૫ જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી ત્યારે ગાંધીનગર શહેર વિસ્તારમાં ૧૭ જેટલા અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામની ઓળખ થતા આગામી દિવસમાં તેની ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. રાજ્યમાં રાત્રી સમયે અસામાજિક તત્વો દ્વારા સામાન્ય પ્રજાને રંજાળવાના બનાવો વ્યાપક બન્યા હતા ત્યારે રાજ્ય પોલીસ વડા દ્વારા તમામ જિલ્લાઓને તેમના વિસ્તારના અસામાજિક તત્વોની યાદી ૧૦૦ કલાકમાં તૈયાર કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.
જેના પગલે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા પણ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોની યાદી બનાવવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને એલસીબી, એસઓજી ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને સામાન્ય પ્રજાને રંજાળતા આવા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે અંતર્ગત ૧૬૫ જેટલા તત્વોની ઓળખ કરવામાં આવી હતી ત્યારે પોલીસ વિભાગ દ્વારા તંત્રની ટીમોને સાથે રાખીને આવા તત્વોના ઘરે તપાસ કરવામાં આવી હતી અને ગેરકાયદેસર વીજ જોડાણ તેમજ વધારાના બાંધકામ તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application