કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૩/૧૦/૨૦૨૧ના રોજ રહે.રૂમ નં.૦૯, મધુબન કોમ્પલેક્ષ, પટેલનગર, ઐશ્વર્યમીલની સામે, વરેલી ગામ, પલસાણામાં રહેતા સૂરજકુમાર દુબેના ૨૩ વર્ષીય પત્ની આરાધનાબેન કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૨ ફૂટ છે. તેમણે શરીરે ગુલાબી કલરની કુર્તી તથા લીલા કલરની લેગીસ પહેરી છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500