Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં કોલસાની આયાત કરવામાં નહીં આવે તો દેશમાં વીજ સંકટ ઉભું થઇ શકે

  • May 28, 2022 

કેન્દ્ર સરકારે વિદેશથી કોલસા આયાત કરી વીજળી ઉત્પન્ન કરારા થર્મલ પાવર પ્લાન્ટોને પરવાનગી આપી છે કે, તે વધી ગયેલ પડતર વીજળી ખરીદી સમજૂતી (પીપીએ) દ્વારા વસૂલ કરી શકે છે. પીપીએ થર્મલ પાવર પ્લાન્ટ અને વીજળી વિતરણ કંપનીઓ વચ્ચે થાય છે જેનો દર અગાઉથી નક્કી હોય છે. હવે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસો ખૂબ જ મોંઘો થઇ ગયો છે.




જેથી દેશમાં વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે બહારથી કોલસો માગવવો ખૂબ જ જરૂરી હોવાથી કેન્દ્ર સરકારને આ પગલું ભરવાની ફરજ પડી છે. વીજળી અગાઉ જ સરકારી અને ખાનગી ક્ષેત્રના વીજળી પ્લાન્ટોને ઘરેલુ કોલસામાં 10  ટકા આયાત કરેલો કોલસો ઉમેરવાની મંજૂરી આપી છે. આ માટે વીજળી કાયદાની કલમ 11 હેઠળ ઇમરજન્સી નિર્દેશ પણ જારી કરવામાં આવ્યા છે.




વીજળી ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સામાન્ય ગ્રાહકો માટે વીજળીના દરોમાં 50 થી 70 પૈસા પ્રતિ યુનિટની વધારાની વૃદ્ધિ થઇ શકે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કીંમત 300 ડાલર પ્રતિ ટનને પાર થઇ ગઇ છે. તાજેતરમાં જ વીજળી પ્રધાન આર. કે. સિંહે તમામ રાજ્યોને પત્ર લખીને ચેતવણી આપી હતી કે જો દેશમાં કોલસાની આયાત કરવામાં નહીં આવે તો દેશમાં ફરી વીજ સંકટ ઉભું થઇ શકે છે.




તેમણે જણાવ્યું હતું કે, હરિયાણા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળે કોલસાની આયાતની પ્રક્રિયા શરૂ કરી નથી અને જો શરૂ કરી પણ છે તો તેની ઝડપ ખૂબ જ ઓછી છે. દેશમાં લગભગ 32 હજાર મેગાવોટ ક્ષમતાના વીજળી પ્લાન્ટ છે જેમને બહારથી કોલસાની આયતની જરૂર છે. આ પ્લાન્ટને આ મહિનાના અંત સુધીમાં કાલસાની કુલ જરૂરિયાતના 10 ટકા આયાત કરવાનો આર્ડર આપવો પડશે. જો 10 ટકા કોલસો આયાત કરવામાં નહીં આવે તો આવતા મહિને 15 ટકા કોલસો આયાત કરવો પડશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application