ઉત્તરાખંડ ખાતે ભારે વરસાદ, ભૂસ્ખલન, અને નદીઓમા આવેલા ભયાનક પુરની સ્થિતિને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમા જો કોઈ તાપીનો કોઈ પણ નાગરિક ફસાયેલ હોય તો, જિલ્લાનુ ડિઝાસ્ટર તંત્ર તેની શક્ય તે મદદ કરી શકે તેમ છે. તાપી ડિઝાસ્ટર કંટ્રોલ તરફથી મળેલી વિગતો અનુસાર ઉત્તરાખંડની સાંપ્રત સ્થિતને જોતા, ત્યાંની સરકારે ચાર ધામની યાત્રા ઉપર પણ રોક લગાવી છે. ત્યારે જો તાપી જિલ્લાનો કોઈ પણ નાગરિક કે તેમના પરિવારજનો હાલમાં ઉત્તરાખંડ ફસાયેલ હોય, તો તેમને તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ ટેલિફોન નંબર : 02626-223332 (1077) પર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.
વધુમાં ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અતિવૃષ્ટિમાં ગુજરાત રાજ્યના ફસાયેલા પ્રવાસીઓનો સંપર્ક કરવા માટે ગુજરાત રાજ્યના State Emergency Operation Centre નો ૨૪/૭ કાર્યરત સંપર્ક નંબર નીચે મુજબ છે.
૦૭૯-૨૩૨૫૧૯૦૦
ઇમેઇલ : revcontrol1@gujarat.gov.in
ઉત્તરાખંડ સ્ટેટ કન્ટ્રોલનો નંબર : ૦૧૩૫ ૨૭૧૦૩૩૪, ૨૭૧૦૩૩૫
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500