આવકવેરા વિભાગ દ્વારા બુથવારે બેંગ્લુરુ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની માઇક્રોલેબ્સ લિમિટેડને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. કંપની કોરોના કાળ દરમિયાન કોરોનાના દર્દીઓ માટે ડોલો-650નું ઉત્પાદન કરીને પ્રકાશમાં આવી હતી. જોકે કંપની પર કર ચોરીનો આરોપ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગ કંપનીના દસ્તાવેજો, બેલેન્સ શીટ્સ અને બિઝનેસ ડિસ્ટ્રિબ્યુટર નેટવર્કને તપાસ અભિયાનના ભાગરુપે તપાસી રહ્યું છે. પીટીઆઇએ કંપનીને પ્રશ્નાવલિ મોકલી છે. કંપનીની અન્ય શહેરોમાં આવેલી ઓફિસો, તેના પ્રમોટરો અને વિતરકોનાં નિવાસ્થાને પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
કંપનીએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, તે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ અને એપીઆઇ બનાવવા સાથે જોડાયેલી છે. તેના સમગ્ર દેશમાં 17 ઉત્પાદન એકમ છે અને તે વિદેશમાં પણ કારોબાર ધરાવે છે. કંપનીની મહત્વની ફાર્મા પ્રોડક્ટ્સમાં ડોલો 650, એમલોંગ, લુબ્રેક્સ, ડિયાપ્રાઇડ, વિલાપ્રાઇડ, ઓલમેટ, આવાસ, ત્રિપ્રાઇડ, બેક્ટોક્લેવ, ટેનેપ્રાઇડ-એમ અનેઆર્બિટેલનો સમાવેશ થાય છે.
કોરોના વાઇરસને દુખાવો અને તાવમાં ઘટાડો કરવામાટે ડોલો-650 (પેઇનકિલર) અને તાવ ઘટાડતીની ડોક્ટરો અને મેડિકલ ઓનરો ભલામણ કરતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો કંપનીની દવા ડોલો-650 સમગ્ર દેશમાં ઘેર-ઘેર જાણીતુ નામ બની ગઈ છે. કંપનીની વેબસાઇટે ફેબુ્રઆરીમાં તેની વેબસાઇટ પર પ્રકાશિત ન્યુઝ આર્ટિકલ બતાવ્યો હતો, તેમા જણાવાયુ હતુ કે, કંપનીએ 2020માં કોવિડ-19નો ફેલાવો થયા પછી 350 કરોડથી વધુ ટેબ્લેટ્સ વેચી છે અને તેને એક જ વર્ષમાં 400 કરોડની આવક થઈ છે. આ અહેવાલમાં કંપનીના એમડી દિલીપ સુરાનાને ટાંકવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500