Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આઈસીએસઈ ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર , આ વર્ષે ધોરણ 10માં 99.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા

  • July 18, 2022 

આઈસીએસઈ ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશને (સીઆઈએસસીઈ) એ પરિણામોની જાહેરાત કરી છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થયા હતા, તે સત્તાવાર વેબસાઇટ cisce.org અને  results.cisce.org પર જઈને પરિણામ ચેક કરી શકે છે. આ વર્ષે ધોરણ 10માં 99.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે પણ પરિણામમાં ફરી યુવતીઓએ બાજી મારી છે. 99.98 ટકા છોકરીઓ પાસ થઈ છે તો 99.97 ટકા છોકરાઓ પાસ થયા છે.


CISCE બોર્ડે ધોરણ-10ની પરીક્ષાનું આયોજન મે મહિનામાં કર્યું હતું. આ પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 33 ટકા લાવવા જરૂરી છે. CISCE બોર્ડે આ વર્ષે બોર્ડ પરીક્ષા બે ટર્મમાં આયોજીત કરી હતી. વિદ્યાર્થીઓ પરિણામ પોતાના મોબાઇલ પર એસએમએસ દ્વારા પણ ચેક કરી શકે છે. તે માટે ICSE<Space><Unique Id> ને 09248082883 પર એસએમએસ કરવો પડશે. 


આ રીતે ચેક કરો રિઝલ્ટ


સ્ટેપ 1: ધોરણ 10નું પરિણામ ચેક કરવા માટે વેબસાઇટ  results.cisce.org અને cisce.org પર જાવ. 
સ્ટેપ 2: ત્યારબાદ વિદ્યાર્થી ધોરણ 10 રિઝલ્ટ લિંક કર ક્લિક કરે.
સ્ટેપ 3: હવે વિદ્યાર્થીઓએ લોગિન વિન્ડો પર પોતાની આઈડી, ઇન્ડેક્સ નંબર અને અન્ય જરૂરી વસ્તુઓ ભરવી પડશે.
સ્ટેપ 4: હવે વિદ્યાર્થીઓનું પરિણામ સ્ક્રીન પર આવી જશે.
સ્ટેપ 5: ત્યારબાદ વિદ્યાર્થીઓ પરિણામને ડાઉનલોડ કરી શકે છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News