સોનગઢના ખાંભલા ગામે મજૂરી કામે જવા આળસ કરતા પતિને પત્નિએ કામે જવા ઠપકો આપતા ઘરની અંદર જઈ બારણું બંધ કરી ઓઢણી બાંધી આપઘાત કરી લીધો હતો. અગાઉ પણ ઠપકો આપતા મૃતકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સોનગઢ તાલુકાના ખાંભલા ગામે જીતેશભાઈ રમેશભાઈ ગામીત (ઉ.વ.૩૨) ડેરી ફળિયામાં રહેતા હતા. ૧૨ વર્ષના બાળકના પિતા એવા જીતેશ ગામીત વ્યારા ખાતે ટાઈલ્સની ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા. જોકે કેટલીક વાર કામે જવા આળસ કરતા પત્ની નીતુબેન કામ કરવા સમજાવતા હતા. જયારે બુધવારે પણ જીતેશ સવારે ઘરેથી ક્યાંક જતા આવીને કામે જશે એમ વિચારી, રોજની જેમ પત્ની નીતુએ ઘરમાં ટિફિન બનાવી રેડી કર્યું હતું. થોડી વાર બાદ પતિ જીતેશ ઘરે આવતા, પત્ની નીતુએ કામ જવા બાબતે પૂછતાં, જીતેશે ના પાડી હતી.
જેથી નીતુએ ઠપકો આપ્યો હતો. જે વાતે માઠું લાગી આવતા સવારે ૧૦-૪૫ કલાકના સુમારે ઘરની અંદર જઈ બારણું બંધ કરી લીધું હતું અને ઓઢાળી લઈ લાકડાના આળીયા સાથે ફંડો બનાવી જીતેશે ગળે બાંધી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પત્ની નીતુ જીતેશભાઈ ગામીતે સોનગઢ પોલીસ મથકે અ.મોતના ગુનાની જાહેરાત આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૧ દરમિયાન પણ જીતેશે ફાંસો કરી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પત્ની નીતુ આવી જતા આપઘાત કરતા તેને બચાવી લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500