સામાન્ય રીતે લોકો પોલીસ ડિપાર્ટમેન્ટની ટીકા કરતા હોય છે પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સરાહનીય કાર્ય કરતું હોય છે. એક ઈમાનદારી પૂર્વક નું કામ ટ્રાફિક માં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલે કરીને પોલીસનું નામ ઉંચુ રાખ્યું છે.વરાછા ખાતે રહેતા વ્યક્તિનું પૈસા સહિતનું અગત્યના ડોક્યુમેન્ટ સહિતનું પર્સ તરીકે ફરજ બજાવતા ટ્રાફિક વિભાગના મહિલા કોન્સ્ટેબલને ડ્યુટી સમયે મળયું હતું. અલગ અલગ એડ્રેસ હોવા છતાં વોટિંગ કાર્ડની મદદથી વેરીફાય કરીને તેના માલિકને પરત કરાયું હતું.
પરવત પાટીયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ કેશવનગર ચાર રસ્તા પર ટ્રાફિકનુ નિયમન કરતી વખતે મહિલા કોન્સ્ટેબલને એક પર્સ મળ્યું હતું. જેમાં ૭ જેટલા એટીએમ કાર્ડ હતાં અને સાથે જ ડ્રાઈવિંગ લાયસન્સ અને ચૂંટણી કાર્ડ સહિતના અગત્યના ઓરીજીનલ ડોક્યુમેન્ટ પણ હતા. એટીએમ કાર્ડની સંખ્યા અને તેની ગંભીરતા પારખી ને મહિલાએ તાત્કાલિક યુવાનની શોધખોળ આદરી હતી. જેથી મહિલા કોન્સ્ટેબલે તેના અન્ય સંબંધીઓની મદદથી યુવકનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ ડોક્યુમેન્ટ પર લંબે હનુમાન રોડ અને માતાવાડી એમ અલગ અલગ એડ્રેસ હોવાથી થોડી મુશ્કેલી પડી હતી. જો કે વોટિંગ કાર્ડના નંબરની મદદથી ડોક્યુમેન્ટની ખરાઈ કરીને મહિલાએ યુવાનને પર્સ પરત કર્યું હતું.આ યુવકે મહિલા કોન્સ્ટેબલ સાથે સમગ્ર પોલીસ તંત્રનો હ્દય પૂર્વક નો આભાર વ્યક્ત કર્યો હતો.
ટ્રાફિક કોન્સ્ટેબલ રિટાબેને કહ્યું કે, પર્સ મળ્યું ત્યારે પર્સમાં યુવક અને તેના પરિવારના સભ્યોના ૭ થી ૮ કાર્ડ હતાં. એટલે સમય બગાડ્યા વગર મેં તપાસ શરૂ કરી હતી. જોકે એક સ્થળ એપાર્ટમેન્ટ અને બીજા સ્થળે સોસાયટી નું એડ્રેસ હોવાને કારણે શોધવામાં એક કલાક જેટલો સમય નીકળી ગયો હતો.મારી પિતરાઈ બહેનની મદદથી મને યુવક મયુર મંદાનીના પિતા સુધી પહોંચવામાં સફળતા મળી હતી. તેમાં ઓરિજિનલ આધારકાર્ડ અને લાઈસન્સ સાથે ચકાસણી કર્યા બાદ મેં મયુરભાઈને પર્સ પરત કરી મારી ફરજ બજાવી હતી. હું સાબરકાંઠાના ઈડરના કડીયાદરા ગામની વતની છું. છેલ્લા ૧૮ માસથી તેઓ રિજિયન-૧માં કોન્સ્ટેબલ તરીકે સેવા આપી રહ્યા છે.જોકે પ્રારંભ માં તેમને ઓળખ અને વિગતો આપવાની ના પાડી હતી પરંતુ સરાહનીય અને પોલીસ ડિપાર્ટમેન્ટ ની સારી કામગીરી અંગે સમજાવતા વિગતો આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500