છત્તીસગઢનાં રાયપુર એરપોર્ટ ખાતે ગુરૂવારે રાતે 9:10 વાગ્યે હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટના બની હતી જેમાં 2 પાયલોટ્સે પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રેક્ટિસ દરમિયાન લેન્ડિંગ વખતે આગ લાગવાના કારણે આ દુર્ઘટના બની હતી. જોકે આ હેલિકોપ્ટર રાયપુર સ્ટેટ ગવર્મેન્ટનું હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારના આ હેલિકોપ્ટરમાં કેપ્ટન ગોપાલ કૃષ્ણ પાંડા અને કેપ્ટન એપી શ્રીવાસ્તવનું મોત થયું છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે.
તેના પંખાનો એક હિસ્સો દૂર જઈને પડ્યો હતો. જોકે હજુ સુધી દુર્ઘટનાનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વિટરના માધ્યમથી આ દુર્ઘટનાની જાણકારી આપી હતી. એરપોર્ટના જે ક્ષેત્રમાં આ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્થ થયું ત્યાં ખૂબ અંધારૂ હતું અને હેલિકોપ્ટર બહુ ખરાબ રીતે કચડાઈ ગયું હતું. દુર્ઘટના બાદ એમ્બ્યુલન્સ અને અર્ધસૈન્ય દળના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ બંને પાયલોટ્સને બહાર કાઢવા ભારે જહેમત કરવી પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application