બેંગલુરુમાં ભારે વરસાદનાં કારણે શહેર તળાવમાં રૂપાંતરિત થયેલું નજર આવી રહ્યું છે. ભારે વરસાદ બાદ બેંગલુરુનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરનાં અનેક વિસ્તાર તળાવ જેવા દેખાઈ રહ્યા છે. બેંગલુરુનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. તેનાથી ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. જયારે કર્ણાટકમાં તારીખ 9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આશંકા છે. બેંગલુરુમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાય ગયા છે. શહેરના આઉટરરિંગ રોડ, વાઈટફીલ્ડમાં પાણી ભરાય ગયા છે. વર્થુર, સરજાપુર રોડ વિસ્તારમાં પણ પાણી ભરાય ગયા છે. પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે.
જયારે તંત્રનું કહેવું છે કે, હાલમાં બેંગલુરુમાં વરસાદ નથી પડી રહ્યો પરંતુ પાણી ભરાયા હોવાના કારણે મુશ્કેલીઓ સામે આવી રહી છે. ટુંક સમયમાં સ્થિતિ સામાન્ય કરી લેવામાં આવશે. બેંગલુરુ મહાનગર પાલિકાનું કહેવું છે કે, મોટા ભાગનાં વિસ્તારોમાં આગામી 1 2 કલાકની અંદર સ્થિતિ સામાન્ય કરી લેવામાં આવશે. બેંગલુરુમાં છેલ્લા મંગળવારનાં રોજ પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. જેમાં ઝાડ પડી ગયા હતા અને સ્કૂલ અને કોલેજો બંધ રાખવામાં આવી હતી.
વરસાદના કારણે કરોડોનું નુકશાન થયું છે. કર્ણાટકનાં મુખ્યમંત્રી બોમ્માઈએ જણાવ્યું કે, અમે IT કંપનીને બોલાવીશું અને તેમની સાથે વરસાદનાં કારણે થયેલી સમસ્યાઓ વિશે વાત કરીશું. અમે વરસાદનાં કારણે થયેલા નુકશાન અને વળતર અંગે ચર્ચા કરીશું. હવામાન વિભાગે તારીખ 9 સપ્ટેમ્બર સુધી સમગ્ર કર્ણાટકમાં ખાસ કરીને બેંગલુરુ અને રાજ્યનાં દરિયાકાંઠાનાં ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. કોડાગુ, શિવમોગ્ગા, ઉત્તર કન્નડ, દક્ષિણ કન્નડ, ઉડુપી અને ચિક્કામગાલુરુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500