દેશમાં મુશળધાર વરસાદે અનેક રાજ્યોમાં તારાજી સર્જી છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે મોટું નુકસાન થયું છે અને કેદારનાથમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફસાયા છે, તેઓનું હાલ રેસ્ક્યુ કરવામાં આવી આવી રહ્યું છે. ત્રીજી ઓગસ્ટ લીનચોલીમાંથી 150 જેટલા શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટર મારફત શેરસી પહોંચાડવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્રની ટીમ સાથે SDRFની ટીમ સતત રેસ્ક્યુ ઑપરેશન ચલાવી રહી છે. અહેવાલો અનુસાર, લીનચોલીના થરુ કેમ્પમાં રેસ્ક્યુ ટીમ ગુમ થયેલા લોકોને શોધી રહી છે. આ દરમિયાન થરુ કેમ્પ નજીકથી મોટા પથ્થરો નીચે દટાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.
જેમની પાસેથી બે મોબાઇલ ફોન અને અન્ય સામાન મળી આવ્યા છે. મૃતદેહની ઓળખ સહરપુરના રહેવાસી શુભમ કશ્યપ તરીકે થઈ છે. ઉત્તરાખંડ પોલીસના જણાવ્યાનુસાર, કેદારનાથમાં બુધવારે રાત્રે ભારે વરસાદને કારણે ઘણાં રસ્તાઓને નુકસાન થયું છે. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને અન્ય સુરક્ષા દળો વિવિધ સ્થળોએ ફસાયેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોને સુરક્ષિત રીતે બચાવવા માટે સતત કામ કરી રહ્યા છે. તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવવા માટે દરેક સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે મુસાફરોને એરફૉર્સના ચિનુક અને MI 17 એરક્રાફ્ટ દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
કેદારનાથમાં મોબાઇલ નેટવર્ક ઠપ છે, જેના કારણે લગભગ 150 શ્રદ્ધાળુઓને તેમના પરિવારના સભ્યો સાથે સંપર્ક કરવામાં સમસ્યા થઈ રહી છે. વિવિધ સ્થળોએ રોકાયેલા શ્રદ્ધાળુઓને માટે તંત્ર દ્વારા ભોજન, પાણી અને રહેવાની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જયારે 18 કિલોમીટર લાંબો રસ્તો લગભગ 13 જગ્યાએ તૂટી ગયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500