દક્ષિણ-પૂર્વીય બંગાળની ખાડી પર બની રહેલું ગાઢ દબાણ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં વધી ગયું છે અને તેજ બનીને 'આસની' નામના વાવાઝોડામાં ફેરવાયું છે. રવિવારના રોજ વહેલી સવારના સમયે તે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર અક્ષાંસ 11 ડિગ્રી ઉત્તર અને 89 ડિગ્રી પૂર્વ પાસ કરીને નિકોબારથી આશરે 450 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ, પોર્ટ બ્લેરથી 380 કિમી પશ્ચિમ, વિશાખાપટ્ટનમથી 970 કિમી દક્ષિણ પૂર્વમાં હતું. તે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને એક ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.
જોકે તા.10 મેની સાંજ સુધી ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે અને પશ્ચિમ મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તર આંધ્ર પ્રદેશ તથા દક્ષિણ ઓડિશા તટ પાસે બંગાળની ઉત્તર-પશ્ચિમી ખાડી સુધી પહોંચી જશે. ત્યારબાદ તે ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં બંગાળની ઉત્તર-પશ્ચિમી ખાડીની તરફ વળી જાય તેવી આશા છે.
આગામી 24 કલાક દરમિયાન આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ, ગંગીય પશ્ચિમ બંગાળ, તટીય ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય તથા નાગાલેન્ડના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જણાઈ રહી છે. આસામ, અરૂણાચલ પ્રદેશ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, આંતરિક ઓડિશા, કેરળ, દક્ષિણ કર્ણાટક, રાયલસીમા અને તમિલનાડુના વિભિન્ન ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
દક્ષિણ પૂર્વ અને તેને અડીને આવેલી પૂર્વીય મધ્ય બંગાળની ખાડીમાં સમુદ્રની સ્થિતિ ભારે ખરાબથી અતિ ખરાબ રહેશે. હવાની ગતિ 90-100 કિમી પ્રતિ કલાકથી 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. બંગાળના મધ્ય ભાગો અને તટીય આંધ્ર પ્રદેશની આસપાસના ક્ષેત્રોમાં અને તટીય ઓડિશાની સમુદ્રી સ્થિતિમાં પણ તા.9 અને 10 મેના રોજ ખરાબથી અતિ ખરાબ સ્થિતિ થઈ શકે છે. વિદર્ભ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પશ્ચિમી રાજસ્થાન અને સૌરાષ્ટ્રના વિભિન્ન ક્ષેત્રોમાં લૂ ફૂંકાવાની સંભાવના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500