દેશમાં આ વર્ષે ગરમીએ રેકોર્ડ તોડ્યો હતો. હીટવેવથી સમગ્ર ભારત હેરાન થઈ ગયું હતું. આ વર્ષે ગરમીની સિઝન અનેય વર્ષોની તુલનામાં સૌથી ગરમ રહી છે. હીટવેવની વાત કરીએ તો આ વર્ષે ભારતમાં 203 દિવસ હીટવેવ વાળા રહ્યા હતા. જે હાલના વર્ષોમાં સૌથી અધિક હતું. સૌથી વધુ હીટવેવ ઉત્તરાખંડમાં નોંધાયુ હતું. ઉત્તરાખંડમાં 28 દિવસ માટે હીટ વેવ નોંધવામાં આવ્યું છે.
ત્યારબાદ રાજસ્થાનમાં 26 દિવસ, પંજાબ અને હરિયાણા બંને રાજ્યોમાં 24 દિવસ, ઝારખંડમાં 18 દિવસ અને દિલ્હીમાં 17 દિવસ જોકે બુધવારે લોકસભામાં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા પ્રમાણે દેશમાં આ વર્ષે હીટવેવનાં કુલ દિવસો ગયા વર્ષની સરખામણીમાં પાંચ ગણા વધુ હતા. પંજાબ અને હરિયાણામાં ગયા વર્ષ કરતાં 2022માં 12 ગણા વધુ હીટવેવના દિવસો નોંધાયા છે. ડેટા પ્રમાણે આસામ, હિમાચલ અને કર્ણાટકમાં આ વર્ષે કોઈ પણ દિવસે હીટવેવ નોંધાયો નથી.
જો કોઈ શહેરનું મહત્તમ તાપમાન મેદાનો માટે ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી વધુ અને પહાડી વિસ્તારો માટે ઓછામાં ઓછું 30° સે અથવા વધુ સુધી પહોંચે છે તો IMD તેને હીટવેવ માને છે. બીજી તરફ દરિયાકાંઠાના પ્રદેશમાં જ્યારે મહત્તમ તાપમાન 4.5 ડિગ્રી સેલ્સિયસ અથવા સામાન્ય કરતાં વધુ હોય ત્યારે ગરમીનું મોજું ગણવામાં આવે છે. જોકે, વાસ્તવિક મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અથવા વધુ હોય. ભારતમાં ગરમીનું મોજું મુખ્યત્વે માર્ચથી જૂન દરમિયાન જોવા મળે છે અને કેટલાક દુર્લભ કિસ્સાઓમાં પણ જુલાઈમાં જોવા મળે છે.
સાયન્સ મિનિસ્ટર જિતેન્દ્ર સિંહે કહ્યું કે, 2022માં દેશના માર્ચ અને એપ્રિલ દરમિયાન લાંબા સમય સુધી હીટવેવ રહ્યું હતું. માર્ચ 2022નું સરેરાશ મહત્તમ તાપમાન રાષ્ટ્રીય સ્તર પર 33.1 ડિગ્રી સેલ્સિયસ હતું. ઉત્તર પશ્ચિમ ભારતમાં સરેરાશ મહત્તમ તાપમાન 30.7 ડિગ્રી સેલ્સિયસ હતું. મધ્ય ભારતમાં સરેરાશ મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500