વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં બોગસ તબીબોને નેસ્તનાબૂદ કરવા માટે ઝુંબેશરૂપે આરોગ્ય શાખા દ્વારા રોજે રોજ બોગસ ડોકટરોનાં ક્લિનિક ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. શહેરનાં બેચર રોડ ઉપર આવેલ આકાશ પોલી ક્લિનિકમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ચેકીંગ કરતા બોગસ તબીબ હોવાનું સામે આવ્યું હતું. બોગસ તબીબ ભારત સરકાર માન્ય ડિગ્રી કે માન્ય દસ્તાવેજ વિના પ્રેકટીસ કરતાં જણાતા તેમના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
સર્ટી ઘરેથી લાવવાનો સમય માંગતા સમય આપ્યા બાદ પરત ન આવતા નાસી જનાર બોગસ ડોક્ટર વિરુદ્ધ સીટી પોલીસ મથકે FIR નોંધાવી હતી. જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીને એક જાગૃત નાગરિક દ્વારા બોગસ ડોકટર અંગેની માહિતી ઇ-મેલ દ્વારા મળતા તેમના માર્ગદર્શન હેઠળ વલસાડમાં ખાનગી ક્લિનિક ચલાવતા બોગસ તબીબ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે જિલ્લામાં ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરોના ક્લિનિક ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું. વલસાડ શહેરનાં બેચર રોડ ઉપર આવેલ આકાશ પોલી ક્લિનિક નામના ક્લિનિકમાં આરોગ્ય વિભાગની ટીમે ચેક કરતા બોગસ ડોક્ટર કિશોર મજમુદાર ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા કિશોર મજમુદારને ગુજરાત સરકારનું પ્રેક્ટિસ કરવાનું પ્રમાણ પત્ર માંગ્યું હતું. કિશોર મજમુદારે તેના ઘરે તમામ સર્ટી હોવાનું જણાવી આરોગ્ય વિભાગ પાસે ઘરેથી સર્ટી લેવા જાવા દેવા છૂટ માંગી હતી. ત્યાર બાદ પરત ન અવયલ હતો. જેથી ગુજરાત સરકારનું નોંધણીનું પ્રમાણ પત્ર ઘરેથી લેવા.જવાનું જણાવી નાસી જનાર બોગસ ડોકટર કિશોર મજમુદાર વિરુદ્ધ બોગસ ડોકટરની ફરિયાદ નોંધી નાસી જનાર બોગસ ડોક્ટર સામે કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500