લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને આજે એક જ દિવસમાં બીજો મોટો ઝટકો લાગ્યો છે. રાજુલાના પૂર્વ MLA તેમજ મોટા નેતા અંબરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે પોરબંદરના કોંગ્રેસ MLA અર્જુન મોઢવાડીયાએ ધારાસભ્ય પદેથી રાજુનામું આપી દીધું છે. અર્જુન મોઢવાડીયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને પોતાનું રાજીનામુ સુપ્રત કર્યું છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરના કોંગ્રેસ MLA અર્જુન મોઢવાડીયાના રાજીનામાંની વાતો ઘણા સમયથી ચાલી રહી હતી. ત્યારબાદ વિધાનસભા સત્રમાં તેમણે સરકારને સવાલો પૂછી ઘેરી પણ હતી. જો કે હવે રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસને મોટી ખોટ પડી છે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ અર્જુન મોઢવાડીયા ભાજપમાં જોડાશે અને પોરબંદર બેઠક પરથી પેટાચૂંટણી લડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application