તાપી જિલ્લા ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમ ટીમ દ્વારા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી પીડિતો અને ભોગબનનાર ન્યાય અપાવવા હમેશા અગ્રેસર રહ્યું છે. હાલ જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ડાકણનો વહેમ રાખી પાડોશી મહિલાની હેરાનગતિ કરવા મામલે અભયમ ટીમે અસરકારક કાઉન્સેલિંગ કરી માર્ગદર્શન આપ્યું હતું. બનાવ અંગે અભયમ ટીમ તાપી દ્વારા ગામનું નામ અને માણસોની ઓળખ આપ્યા વિના માહિતી આપતા જણાવ્યું હતું કે, જણાવ્યું હતું કે તાપી ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે જણાવ્યુ કે, તેમના પડોશમાં રહેતા બેન પીડિત ને ડાકણ કહી છેલ્લા ૬ માસથી રોજ બોલબોલ કરે છે અને ગાળા ગાળ કરે છે.
તેમજ મારાં પતિને ખાય ગયા મારી ગાય ને ખાય ગયા આવી રીતે ઝગડા કરે છે ૬ માસ પહેલા તેમના પતિને પથરીની બીમારીમાં તાત્કાલિક સારવાર ન મળવા ને કારણે મૃત્યુ પામ્યા હતા.છતાં તે પીડિતા અને ફળીયા વાળા સાથે રોજ ઝગડા કરી ગાળા ગાળ કરી અપ શબ્દો બોલતા હોય પીડિત બહેન ને તું ડાકણ છે તેમ કહી ઝગડો કરતા હતા.તેથી તેમને સમજાવવા ૧૮૧ ની મદદ લીધી હતી.આમ ૧૮૧ ટીમ દ્વારા બંને પક્ષો નું અસરકારક કાઉન્સેલિંગ કરવામા કરી સમજાવતા પડોશ બહેનને સમજાવેલ કે કોઈ કોઈને ખાતું નથી અને મનુષ્યનું મૃત્યુ કોઈ વ્યક્તિ ના હાથમા નથી જેથી આવી રીતે અંધશ્રદ્ધાથી કોઈની સાથે ઝગડા નહિ કરવું અને આજુબાજુ પાડોશી તેમજ ફળીયા વાળા સાથે હળીમળીને રહેવું અને ઝગડો ના કરે.તેમજ કાયદાકીય સમજણ આપેલ અને બહેનનું સ્થળ પર લેખિત બાહેધરી લઇ સ્થળ પર નિરાકરણ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application