Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજયના આરોગ્ય મંત્રીને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવી

  • October 30, 2021 

રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના ૬૧માં જન્મદિવસની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સુરત નર્સિગ એસોસિયેશન દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડિવાલા દ્વારા હાડકાના વિભાગમાં વડા ડો.હરિ મેનને પાંચ વ્હીલચેર, પાંચ વોકર અને પાંચ બગલ બોડી હાડકાના વોર્ડમાં જરૂરીયાત મંદ દર્દીઓ માટે અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગાયનેક વિભાગમાં તાજા જન્મેલા બાળકોની માતાઓને ગોદડી, રૂમાલ સહિતની ૧૬૧ જેટલી કિટ્સ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે આઈ.એમ.એ.ના પૂર્વ પ્રમુખ અને સિન્ડીકેટ મેમ્બર ડો.પારૂલ વડગામાએ જન્મદિવસની ઉજવણીમાં ભાગ લઈ લીધો હતો. આ પ્રસંગે બાળકોને ફ્રુટ વિતરણ કરીને આરોગ્ય મંત્રીના દિર્ધાયુ આયુષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application