Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશને કમિશનર સામે બાંયો ચઢાવી : 26મી થી 11 માર્ચ સુધી આંદોલન સહિતનાં કાર્યક્રમો

  • February 22, 2024 

વાહનવ્યવહાર વિભાગના સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ નિરાકરણ નહીં આવતાં ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન (ઇન્સ્પેકટરો) એ કમિશનર સામે બાંયો ચઢાવી છે અને આંદોલનમાર્ગે જવાનું નક્કી કરી 26 ફેબ્રુઆરીથી 11મી માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.આંદોલનના વિવિધ કાર્યક્રમોને લીધે આરટીઓ કચેરીમાં કામગરી ખોરવાશે. એસોસિએશનના ઇન્સ્પેકટરોએ કહ્યું કે, તા.26થી 29 ફેબ્રુઆરી સુધીમાં કાળી પટ્ટી, આવેદનપત્ર, સોશિયલ મિડીયાથી વિરોધ, કચેરી પાસે વિરોધ કરાશે. પહેલી માર્ચે માસ સીએલનો કાર્યક્રમ અને 4 ફેબ્રુ.એ ગાંધીનગરમાં પ્રદર્શન કરીને વિરોધ કરવાનો ઇન્સ્પેકટર એસોસિએશન દ્વારા નિર્ણય કરાયો છે.


આ પછી પણ પ્રશ્નો નહીં ઉકેલાય તો 11મી માર્ચથી રાજ્યની વિવિધ આરટીઓ સહિત વાહનવ્યવહાર વિભાગમાં ફરજ બજાવતા 700થી વધુ ઇન્સ્પેકટરો સ્વયંભૂ અચોક્કસ મુદ્દત સુધીના માસ સીએલ પર ઉતરી જશે. વાહનવ્યવહાર કમિશનરને આપેલા આવેદનપત્રમાં અધિકારીઓના પ્રોબેશનનો પ્રશ્ન, ચેકીંગમાં પડતી મુશ્કેલીઓ, 12*12 ફુટનું કન્ટેનર, છેવાડાના જિલ્લામાં ફલાઇંગ પદ્વતિથી ચેકીંગની વ્યવસ્થા, હેડ ક્વાટરથી દૂર ચેકી પોઇન્ટ પર આવવા-જવા સરકારી વાહન, દર સપ્તાહ સરપ્રાઇઝ ડયુટીના બદલે રોટેશનની જગ્યાએ એક મહિનો અગાઉથી જાણ કર્યા મુજબ ડયુટી અને સળંગ 7 નાઇટ શિફ્ટની ડયૂટી સોંપવાનો હુકમ બંધ કરીને એક જ દિવસ નાઇટ ડયૂટી સોંપાય, સળંગ 7 દિવસ ચેકિંગ ડયૂટીના અધિકારીને જાહેર તહેવારોની વળતર રજાનો લાભ મળે,



બિસ્માર હાલતમાં ટેસ્ટ ટ્રેકમાં સુધારો કરાય, પ્રાઇવેટ કંપનીના સોફટેવર સિસ્ટમ ત્વરિત બંધ કરાય, ભંગાર સિસ્ટમના લીધે અધિકારી-કર્મચારીઓને બજાવાતી નોટીસ-ચાર્જશીટ ત્વરિત બંધ કરાય, બેનામી અરજીઓમાં સહિત એજન્ટો-ટ્રાન્સપોટર્સ દ્વારા ખોટી ફરિયાદોમાં થતી થતી ચાર્જશીટ સુધીની કાર્યવાહી અટકાવાય, નિયમ મુજબ જિલ્લા રોડ સેફટી સમિતિના સભ્ય સચિવ તરીકે હાઇવે એન્જિનીયરને જવાબદારી સોંપાય, નોડલ અધિકારીના ભથ્થામાં વધારો કરાય, નવા વાહનના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અગવડભરી હોવાથી તે પૂર્વ ચકાસણીની સત્તા, યુનિફોર્મ અને વોશિંગ એલાઉન્સ, ત્વરિત નવા કોમ્પ્યુટરો અપાય, અધિકારી પોતાનું ઇન્ટરનેટ વાપરે તો ભથ્થું અપાય, સિનિયોરિટી પ્રમાણે ચાર્જ સોંપાય, સરકારી કાર્યક્રમોથી લઇ વીઆઇપી મૂવેન્ટમાં પૂરા પડાતાં વાહનોના બીલો નિયમ મુજબ. સમય મર્યાદામાં પાસ કરાય અને ટેન્ડર કરી એજન્સીઓ પાસેથી ખાનગી વાહનો પૂરા પાડવાની પદ્ધતિ વિકાસાવવા સહિતની માંગણીઓ રજૂ કરી છે. કમિશનર કચેરી તરફથી દરેક પ્રશ્નનો ગોળ ગોળ જવાબ અપાયો છે. જેથી આગામી 23મી ફેબ્રુઆરી સુધીમાં નિરાકરણ નહીં આવે તો ગુજરાત મોટર વિભાગના ટેકનિકલ અધિકારીઓ ગાંધી ચીંધ્યા માર્ગે તબક્કાવાર આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે મુખ્યમંત્રી લઇ સબંધિત તમામ વિભાગોને જાણ કરી દેવાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application