Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત ATS અને હરિયાણા STFને આતંકવાદીઓને પકડવામાં મોટી સફળતા મળી : ફરીદાબાદથી બે આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં

  • March 03, 2025 

ગુજરાત ATS (Anti-Terrorism Squad) અને હરિયાણા STF(Special Task Force)ને આતંકવાદીઓને પકડવામાં મોટી સફળતા હાથ લાગી છે. બાતમીના આધારે ફરીદાબાદથી બે આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. હરિયાણા STF સાથે કરવામાં આવેલાં સંયુક્ત ઓપરેશનમાં આરોપી અબ્દુલ રહેમાન સહિત બે આતંકવાદી સાથે હેન્ડ ગ્રેનેડનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત ATS ને આતંકવાદીઓને પકડવામાં એક મોટી સફળતા મળી છે. હરિયાણા STF સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી હરિયાણાના ફરીદાબાદમાંથી આરોપી અબ્દુલ રહેમાન સહિત બે આતંકીઓ સાથે હેન્ડ ગ્રેનેડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.


મળતી માહિતી મુજબ, ગુજરાત ATSને બાતમી મળી હતી કે, બે શંકાસ્પદ શખસો હરિયાણાથી હેન્ડ ગ્રેનેડનો જથ્થા સાથે ઉત્તરપ્રદેશ પહોંચવાના છે. બાતમીના આધારે હરિયાણા STFને સાથે રાખી રવિવારે મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને બંનેને ઝડપી લેવાયા હતાં. આતંકવાદીઓને રામ મંદિર પર હુમલો કરવા માટે આઈએસઆઈએ તાલીમ આપી હતી. પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઈએસઆઈ તરફથી તેમને બે હેન્ડ ગ્રેનેડ આપવામાં આવ્યા હતા, જેને તે અયોધ્યા લઈને જવા ઈચ્છતા હતાં.


તેમણે આ ગ્રેનેડને ખંડેર જગ્યાએ સંતાડ્યા હતાં. તેમની પાસેથી બે શંકાસ્પદ વીડિયો પણ મળી આવ્યાં છે, જેમાં દેશના મોટા ધાર્મિક સ્થળો વિશે જાણકારી હતી. પકડાયેલા આતંકવાદીની ઉંમર ફક્ત 19 વર્ષની છે. આરોપી અબ્લુક રહેમાન વ્યવસાયે માંસાહારનું વેચાણ કરતો હતો. સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર, બે ગ્રેનેડ આઈએસઆઈના હેન્ડલરે આપ્યા હતાં. ભારતની સુરક્ષા એજન્સી એનઆઈએ અને ગુજરાત એટીએસને સૂચના મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી અયોધ્યાના મિલ્કીપુરનો રહેવાસી રહેમાન ફરીદાબાદના પાલીમાં શંકર નામે છુપાયેલો હતો. અહીં તે ટ્યુબવેલ રૂમમાં રહેતો હતો, જેના માલિકનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application