Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા તાલુકાના અખબાર વિતરકોને અનાજની કીટ નું વિતરણ કરાયું

  • December 28, 2020 

બીજલબેન જગડ,ઘાટકોપર -થાણા,ડીસ્ટ્રીકટ વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ-મુંબઈ, અને મૈશા બેન ગડા નાઓ તરફથી જરૂરિયાતમંદ પરિવારોને કોવિડ-19 ની પરિસ્થિતિ ને ધ્યાને લઇ આજરોજ વ્યારા ખાતે તાલુકાના 25 જેટલા અખબાર વિતરકો (ફેરિયાઓ) ને અનાજની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

 

 

તાપી જીલ્લાના વ્યારા નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી અખબાર વિતરણ કરવાનું કાર્ય કરતા જરૂરિયાતમંદ અખબાર વિતરકો (ફેરિયાઓ) ને કોવિડ-19 ની પરિસ્થિતિ ને ધ્યાને આજરોજ એટલે કે,27મી ડીસેમ્બર રવિવાર ના રોજ બીજલબેન જગડ,ઘાટકોપર-થાણા, ડીસ્ટ્રીકટ વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ-મુંબઈ, તેમજ મૈશાબેન ગડા  દ્વારા અનાજની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જયસીંગભાઈ વસાવા ખેરવાડાવાળાના હસ્તે અનાજની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. વ્યારાના તમામ અખબાર વિતરકો (ફેરિયાઓ)એ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application