મહારાષ્ટ્રમાં સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ (SPNF) ત્રણ દિવસીય ખેતીદર્શન યાત્રા આાગામી તા.૧૪ થી ૧૬મી મે ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા વડોદરા અને સુરતથી શુભઆરંભ થઇ SPNF શિવાર ફેરી મહારાષ્ટ્રના શ્રી શિર્ડી સાંઈબાબાના પવિત્રધામથી તા.૧૪મી મેના રોજ સવારે ૭ વાગ્યે શરૂ થશે અને ૧૬ મી મેના રોજ સાંજે પાંચ વાગ્યે યાત્રા બારામતી જી. પુના શહેરમાં પૂર્ણ થશે.
આ ખેતીદર્શન ફેરીમાં ફળ, શાકભાજી, શેરડીના વિવિધ મોડલ, પંચસ્તરીય બાગાયત મોડેલ, પંચસ્તરીય સંયુકત ફળોના બાગાયત જંગલ મોડેલ, બારમાસી શાકભાજી મોડલ, પંચસ્તરીય પ્લોટ, નર્સરીની મુલાકાત લઇ માહિતી આપવામાં આવશે. આ યાત્રામાં જોડવા તેમજ વધુ માહિતી મેળવવા લતાબેન પટેલ-૭૯૮૪૨૪૨૦૯૦, રાજદિપભાઈ પટેલ-૯૮૨૫૧૨૧૬૨૭ નો સંપર્ક કરવાનો રહેશે.
નોંધનીય છે કે, ગુજરાતના અનેક ખેડુતોએ રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને સુભાષ પાલેકર પ્રેરિત ગાય આધારિત ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેતી કરવાનો પ્રારંભ કર્યો છે. ગૌઆધારિત પ્રાકૃતિક ખેતી થકી આમજનતાની રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે કલાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.
તંદુરસ્ત ધરતી અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં પ્રાકૃતિક ખેતી રામબાણ ઇલાજ છે. ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી કરીને શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક પાકનું ઉત્પાદન લઈ શકાય છે. રાસાયણિક ખાતરો અને દવા મોંઘી અને સરવાળે હાનિકારક છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જૈવિક ખાતરો અને જીવામૃત્ત ઘરે બનાવવા બહુ જ સરળ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500