મનિષા સુર્યવંશી/વ્યારા : ઉતરાયણ દિને અને ઉત્તરરાયણ પુરી થતાં જ રોડ-રસ્તા વચ્ચે પતંગની દોરીઓ જોવા મળે છે. જેના કારણે અકસ્માત પણ થાય છે. ચાઈનીઝ દોરી અને કાચનાં માંઝા પડેલી દોરીનાં કારણે ઘણા લોકોને જીવ પણ ગુમાવવો પડે અથવા તો તેઓ ઈજાગ્રસ્ત પણ થાય છે.
ઉત્તરાયણ બાદ આવા નાગરિકો અને પક્ષીઓને ઈજા ન પહોંચે તે માટે વ્યારાનાં સીટી લાઈટ ટાવરમાં આવેલ ‘જનતા જનરલ સ્ટોર’ નામની દુકાન ચલાવતા આશિષભાઈ શંકરલાલ મહેશ્વરી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
માનવતાને મહેકાવનાર એવા વ્યારાનાં રહીશ આશિષ મહેશ્વરી સાથેની રૂબરૂ મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, દોરીનાં ગુચળાનાં બદલામાં 1 લિટર મિનરલ પાણીની બોટલ અને 1 લીંબુ સોડા તદ્દન મફત આપવા માટેની જાહેરાત કરી છે. ઉત્તરાયણ નિમિત્તે થતાં દોરીનાં ગુચળાનાં 250 ગ્રામ દોરી (પતંગ ચગાવાની)નાં ગૂંચળા આપવું પડશે. ઉત્તરાયણ પછી ધાબા, રોડ અને રસ્તા પર પડી રહેલી દોરીનાં ગુંચળા પક્ષીઓ માટે જોખમી બનતા હોય છે.
જેના ઉકેલ માટે વ્યારાનાં સીટી લાઈટ વિસ્તારનાં આ દુકાનદાર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં જોખમી દોરાઓ દુકાનદાર દ્વારા સ્વીકારીને 1 પાણીની બોટલ અને 1 લીંબુ સોડા તદ્દન મફત આપશે. જયારે દોરીના નાના ગૂંચળા લાવનાર બાળકોને ચોકલેટ મફત આપવા માટેની જાહેર કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500