નિઝર તાલુકાના સુલવાડા ગામમા તાપી નદી કિનારે ચાલતા ગેરકાયદેસર રેતીખનય સ્થળે ભૂસ્તર અને પ્રાંત કચેરીની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડી પાંચ નાવડી, પોકલેન્ડ તથા ત્રણ હાઇવા મળી રૂપિયા ૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે થઈ કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નિઝર તાલુકાનાં સુલવાડા ગામની સીમમાંથી વહેતી તાપી નદીમાંથી દશેરા પછીના સમયથી ગેરકાયદેસર રેતીખનન થઈ રહ્યું હોવાની ખાનગી બાતમી નિઝર પ્રાંત અધિકારીને મળતા શનિવારના રોજ નિઝર પ્રાંત તથા તેમની ટીમ દ્વારા સુલવાડા ગામની સીમમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સ્થળ ઉપરથી ૫ નાવડી તથા ૩ ડમ્પરો મળી આવ્યા હતા. ત્યારબાદ નિઝર પોલીસ, ભૂસ્તર અધિકારી અને પ્રાંત કચેરીની ટીમે સ્થળ ઉપર પહોંચી તમામ મુદ્દામાલ કબજે લીધે હતો. સુલવાડા ખાતે સચીનભાઈ દત્તાત્રેય (રહે.વાંકા ચાર રસ્તાર), ગોવિંદભાઈ વિગમ્બરભાઈ ઠાકરે અને રાજેશભાઈ પવાર (બંને રહે.સુલવાડા, તા.નીઝર) દ્વારા રેતીખનન કરાવી ગેરકાયદેસર ચાલતો રેતીના વેપલામાં રેતી ગુજરાત, મહારાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં સપ્લાય થતો હતો. જે અંગની બાતમીના આધારે નિઝર પ્રાંત દ્વારા કાર્યવાહી થતા સ્થળ ઉપરથી ૫ નાવડી અંદાજત ૨.૩૫ લાખ, ૩ હાઈવા જેની અંદાજિત કિંમત રૂપિયા ૭૫ લાખ તેમજ સ્થળ ઉપરથી રેતીગ્રાવલનો સ્ટોક અંદાજિત રૂપિયા 1,00,11૦/- સીઝડ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500