નિઝર તાલુકાનાં રૂમકીતળાવ ગામમાં બાતમીનાં આધારે પોલીસે રેડ કરી લક્ષ્મણભાઈ ઉર્ફે ભાવુહરિસીંગભાઇ વળવીનાં ઘરની આગળ આવેલ ખુલ્લી પજારીમાં જુગાર રમી રમાડતા જુગારીઓને પોલીસે ઝડપી પાડયા હતા.
આમ, સ્થળ ઉપરથી ગુલાબસિંગભાઇ રાઘાભાઇ વસાવા (રહે.ટાવલી ગામ, તા.ઉચ્છલ), પ્રતાપસીંગભાઇ ઝીલીયાભાઇ ઉર્ફે ભિલીયાભાઈ પ્રધાન (રહે.રૂમકીતલાવ, ઉચ્છલ), મહેન્દ્રભાઈ ભિમસિંગભાઇ વળવી (રહે.નવા બોરઠા, નિઝર), લક્ષ્મણભાઇ ઉર્ફે ભાવુ હરિસીંગભાઈ વળવી (રહે.રૂમકીતલાવ, ઉચ્છલ), યશવંતભાઈ ઉર્ફે કાલુસિંગભાઇ જેસ્માભાઇ વળવી (રહે.રૂમકીતલાવ, ઉચ્છલ)નાંઓની અટકાયત કરી તેઓની પાસેથી અંગ ઝડતીનાં રોકડા રૂપિયા ૯,૯૨૦ તથા દાવ પરના રૂપિયા મળી રૂપિયા ૧૧,૯૨૦/- રોકડા સહિત મુદ્દામાલ કબ્જે લીધો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે તમામ જુગારીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500