આદિવાસી બહુલતાં ધરાવતા તાપી જિલ્લામાં સોમવારે આદિવાસીના મસીહા સમા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિતે જિલ્લાના વડા મથક વ્યારા ખાતે જનજાતિ ગૌરવ સમિતિ અને આદિવાસી સમાજ દ્વારા બિરસા મુંડાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સોમવારે વ્યારા નગર સહિત જિલ્લાભરમાં આદિવાસી સમાજ દ્વારા એક ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પરંપરાગત આદિવાસી ઢોલ ચાગિયા,નૃત્ય અને બળદ ગાડામાં શોભા યાત્રા વ્યારા નગરમાં ફરી હતી. જેમાં ભાજપના માજી મંત્રી ગણપત ભાઈ વસાવા મહુવાના ધારાસભ્ય,બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા સહિત જનજાતિ ગૌરવ સમિતિના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application