Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં આગામી તારીખ 7 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધી સગરામપુરા કૈલાસનગર ગરબા ચોકથી વિજય વલ્લભ ચોક સુધીના રસ્તા પરની કામગીરી ચાલુ થતાં રસ્તો બંધ રહેશે

  • October 05, 2023 

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સંગ્રામપુરા વિસ્તારમાં બાકી રહી ગયેલી ડ્રેનેજની કામગીરી પૂરી કરવા માટે આગામી તારીખ 7 ઓક્ટોબરથી કામગીરી શરૂ કરવામાં આવશે. જેથી તારીખ 7 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવેલી કામગીરી તારીખ 11 નવેમ્બરના રોજ પુરી થશે ત્યાં સુધીમાં આ રોડ પર વાહન વ્યવહાર તથા રાહદારીઓની અવર જવર પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. આ સમય દરમિયાન અવર જવર માટે વૈકલ્પિક રોડ જાહેર કરવામા આવ્યા છે તેનો ઉપયોગ વાહન વ્યવહાર માટે કરવાનો રહેશે તેવી જાહેરાત પાલિકાએ કરી છે. પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં બાકી રહેલી ડ્રેનેજની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. સગરામપુરા કૈલાસનગર ગરબા ચોકથી વિજય વલ્લભ ચોક સુધીના રસ્તા પર કામગીરી કરવામાં આવશે.



આગામી તારીખ 7 ઓક્ટોબરથી આ કામગીરી શરૂ કરવામા આવશે તે કામગીરી તારીખ 8 નવેમ્બર સુધી ચાલશે આ સમય દરમિયાન આ વિસ્તાર પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ રસ્તા પર થનાર કામગીરી દરમ્યાન સગરામપુરા કૈલાસનગર ગરબા ચોક થી નાનપુરા વિજય વલ્લભ ચોક તરફ આવતા વાહનો અને રાહદારીઓએ લાલવાડી ટપાલ મંડપ થઈ ગોલકીવાડ થઈ ક્ષેત્રપાળ મંદિર થઈ વિજય વલ્લભચોક તરફ જઈ શકશે તેમજ મહાદેવનગર થઈ રીંગરોડ થઈ મજુરાગેટ થઈ શારદા સર્કલ થઈ નાનપુરા વિજય વલ્લભ ચોક તરફ જઈ શકશે. તેમજ મહાદેવનગર થઈ રીંગરોડ મજુરાગેટ થઈ જૂની આર.ટી.ઓ થઈ નાનપુરા જિવનભારતી સ્કૂલ થઈ લાફીંગ બુધ્ધા સર્કલ થઈ નાનપુરા વિજય વલ્લભ યોક તરફ જઈ શકશે.



આવી જ રીતે નાનપુરા વિજય વલ્લભ ચોક થી સગરામપુરા કૈલાશનગર, ગરબા ચોક તરફ જતા વાહનો અને રાહદારીઓએ વિજય વલ્લભ યોક થઈ ક્ષેત્રપાળ મંદિર થઈ ગોલકીવાડ થઈ લાલવાડી ટપાલ મંડપ થઈ કૈલાશનગર, ગરબા ચોક તરફ જઈ શકશે. તેમજ વિજય વલ્લભ ચોક થઈ શારદા સર્કલ થઈ મજુરાગેટ થઈ રીંગરોડ થઈ મહાદેવનગર થઈ સગરામપુરા કૈલાશનગર, ગરબા ચોક તરફ જઈ શકાશે. તેમજ વિજય વલ્લભ ચોક થઈ લાફીંગ બુધ્ધા સર્કલ થઈ નાનપુરા જિવનભારતી સ્કૂલ થઈ રીંગ રોડ જુની આર.ટી.ઓ થઈ મજુરાગેટ થઇ મહાદેવનગર થઇ સગરામપુરા કૈલાશનગર, ગરબા ચોક તરફ જઈ શકાશે. આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલા આંતરિક રસ્તાનો ઉપયોગ પણ વાહન ચાલકો કરી શકશે. જે રીતે કામગીરી પુરી થતી જશે તે પ્રમાણે રસ્તા ખુલ્લા કરવામાં આવશે તે પ્રકારની જાહેરાત પાલિકા તંત્રએ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application