રિંગરોડ ધનલક્ષ્મી ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલ રીધન ફેશન પ્રા.લી કંપનીમાંથી બીજા દિવસે જ પેમેન્ટ ટુકવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી કુલ રૂપિયા ૧૧.૪૫ લાખનો યાર્નનો માલ ખરીદી પેમેન્ટ નહી આપી ઠગાઈ કરનાર વરાછાના ક્રિષ્ના ટ્રેડીંગના ત્રણ ભાગીદાર સામે પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ ન્યુ સીટીલાઈટ જીવીબા પાર્ક સોસાયટીમાં રહેતા નૈનષ ધનસુખલાલ ગોડીવાલા (ઉ.વ.૪૯) રિંગરોડ ધનલક્ષ્મી ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલ રીધન ફેશન પ્રા.લી નામની કંપનમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. નૈને્ષભાઈએ ગઈકાલે વરાછા લંબે હનુમાન રોડ માતાવાડી ભવાની નગર ખાતે આવેલ ક્રિષ્ના ટ્રેડીંગના પ્રોપરાઈટર કરશન મનજી ડોબરીયા (રહે, સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિરની પાછળ લક્ષ્મીનગર સોસાયટી), અમીત અશોક સુખડીયા (રહે, અક્ષરધામ સોસાયટી સરથાણા) અને ચિરાગ જયસુખ ગજેરા (રહે, શાંતિ નિકેતન સોસાયટી ખટોદરા) સામે ફરિયાદ નોધાવી હતી.
જેમા જણાવ્યું હતું કે આરોપીઓ બે દિવસમાં પેમેન્ટ ચુકવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી તેમની કંપનીમાંથી ગત તા.૨૬ ઓક્ટોબર ૨૦૨૧ થી૨૯ ઓક્ટોબર ૨૦૨૧ના સમયગાળામાં અલગ અલગ બે બીલ ચલણથી કુલ રૂપિયા ૧૧,૪૫,૧૯૬ના મતાનો માલ ખરીદ્યો હતો. ત્યારબાદ નૈને્ષભાઈ દ્વારા પેમેન્ટની ઉઘરાણી કરતા આરોપીઓએ ગાળાગાળી કરી જનથી મારી નાંખવાની ધમકી આપી પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500