Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કલકત્તાના ચાર વેપારીઓ માલ ખરીદી અડધા કરોડની છેતરપિંડી કરી

  • June 27, 2021 

રિંગ રોડની અભિષેક ટેક્ષટાઈલ માર્કેટના વેપારી સહિત સાત વેપારીઓ પાસેથી કલકત્તાના ચાર વેપારીઓઍ કુલ રૂપિયા ૫૫,૧૪,૧૫૪નો સાડીનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી જાનથી મારી નાંખવાની ધમકી આપતા વેપારીઓ દોડતા થયા હતા.

 

 

 

 

બનાવની પ્રાપ્ત વિગત મુજબ વેસુ વીઆઈપી રોડ બાલાડી વીલા પાસે નંદનવન-૨ માં રહેતા કિરણ અંબાલાલ ખેતાન (ઉ.વ.૪૬) રિંગ રોડ અભિષેક ટેક્ષટાઈલ માર્કેટમાં સુમંગલ સાડી નામે દુકાન ધરાવે છે.કિરણ ખેતાન પાસેથી ગત મે માસ ૨૦૧૯માં સુનિલ ચાંદક (રહે,.રોહિત ટેક્ષટાઈલ ઍન્જસીના પ્રોપરાઈટર, મહાત્મા ગાંધી રોડ કલકત્તા), અરમેન્દસિંહ (રહે, લક્ષ્મી સાડીના પ્રોપરાઈટર, રહે, જમુનાલાલ બજાર સ્ટ્રીટ પંજાબી કટારા, કલકત્તા),રાહુલસિંહ (રાધવ ટેક્ષટાઈલના પ્રોપરાઈટર, જમુનાલાલ બજાર સ્ટ્રીટ, કલકત્તા) અને મુરલી શાહુ (શિવદુર્ગા ટેક્ષટાઈલના પ્રોપાઈટર, જમુનાલાલ બજર સ્ટ્રીટ કલકત્તા)ઍ કુલ રૂપિયા ૨૦,૧૬,૨૮૭નો જયારે જયશ્રી ટેક્ષટાઈલ મિલ્સના આશા રવિન્દ્રકુમાર ચુંદા પાસેથી રૂપિયા ૬,૭૭,૩૮૩, ક્રિષ્ણા ટ્રેડર્ઝ પ્રા. લી ના.અશ્વનીકુમાર અગ્રવાલ પાસેથી રૂપિયા ૩,૭૦,૬૫૭, સુયોગ પ્રિન્ટસના  લલીતકુમાર કસ્તુરચંદ જૈન પાસેથી રૂપિયા ૪,૫૭,૨૧૮, વિજા ટેક્ષટાઈલના રાકેશ સુંદરલાલ જૈન પાસેતી રૂપિયા ૫,૮૪,૯૨૯, શ્રી નારાયણી ક્રિઍશનના વિનીતા સુશીલ મુરારકા પાસેથી રૂપિયા ૩,૩૯,૪૯૬ અને બેક્ટેશ ક્રિઍશન પ્રા.લીના ગોપાલકુમાર બુબના પાસેથી રૂપિયા ૧૦,૬૮,૧૮૪નો મળી કુલ સાત વેપારીઓ પાસેથી કુલ રૂપિયા ૫૪,૧૪,૧૫૪નો માલ ખરીદ્યો હતો.

 

 

 

 

નક્કી કરેલ સમય મયાર્દામાં પેમેન્ટ નહી કરતા વેપારીઓઍ ઉઘરાણી માટે ફોન કરતા આરોપીઓ ઉસ્કેરાઈને તુ વારે વારે પૈસાની ઉઘરાણી કરે છે હવે પછી પૈસાની ઉઘરાણી કરી તો તારા હાથ ટાટીયા તોડાવી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરી હતી. પોલીસે કિરણ બાપનાની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application