સુરત જિલ્લા પંચાયતના પ્રમુખની વરણી બાદ વિવિધ સમિતિઓની રચના, એજન્ડાના ૧૫ જેટલા કામો માટે સામાન્ય સભા યોજાઇ હતી જોકે સામાન્ય સભાના સંચાલન માં શાસકો નવા નિશાળીયા પુરવાર થયા હતા. પ્રમુખ તરફથી જિલ્લા પંચાયતના વિકાસ માટે વન વિભાગ સાથે સંકલન કરી વૃક્ષારોપણ કામગીરી,જળસંચયની કામગીરી અને યોગાના કાર્યક્રમનું આયોજન તેમજ વેક્સિનેશન ની જિલ્લામાં કામગીરીમાં ઝડપ લાવવા પ્રમુખ તરફથી સભ્યોને સૂચન કરવામાં આવ્યું હતું.સુરત જિલ્લા પંચાયતના પ્રમુખની ગત ૧૭મી માર્ચ ના રોજ વરણી કરાયા બાદ ત્રણ માસ જેટલા લાંબા સમય સુધી વિવિધ નવ સમિતિની રચના કોરોના મહામારીના કારણે કરી શકાય ન હતી દરમિયાન કોરોના મહામારી હળવી થતાં હવે આજરોજ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા બોલાવવામાં આવી હતી સભાના મુખ્ય કામોમાં જિલ્લા પંચાયતની વિવિધ નવી સમિતિઓની રચના ઉપરાંત એજન્ડાના ૧૫ જેટલા કામો ને સર્વાનુમતે
સામાન્ય સભા માં સદસ્યો દ્વારા જ કોવિડ -૧૯ ગાઈડ લાઈન નું ઉલ્લંઘન : માસ્ક વિના સામાન્ય સભા માં સદસ્યો નજરે પડ્યા
બહાલી આપવામાં આવી હતી જિલ્લા પંચાયતના શાસકોએ 18 કિ.મી.નો પુના. ઉન.કોસાડી. ખંજરોલી.પીપરિયા માર્ગ છે માર્ગ ૧૦ કી.મી. સ્ટેટ હાઇવે માં સમાવેશ થાય છે. બાકીનો ૮ કી.મી.નો માર્ગ જિલ્લા પંચાયતના હસ્તક નો છે.જે સમગ્ર ૧૮ કી.મી.નો માર્ગ ને સ્ટેટ હાઇવે માં સમાવેશ કરવા માટે દરખાસ્ત કરી નેં રાજ્ય સરકાર ને મોકલી આપી છે.
આ ઉપરાંત પ્રમુખસ્થાનેથી આગામી દિવસોમાં જિલ્લામાં સામાજિક વનીકરણના ભાગરૂપે વનવિભાગના સાથે સંકલન સાધી ને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવા.તેમજ સિંચાઇ વિભાગ દ્વારા જીલ્લા પંચાયત જળસંચયની કામગીરી કરતી આવી છે પરંતુ જળસંચયની કામગીરીમાં વધુ વેગ આવે એ માટે તમામ સદસ્યોને સહકાર આપવા ઉપરાંત યોગાના કાર્યક્રમનું આયોજન કરવા પ્રમુખ ભાવેશ પટેલ સદસ્યોને સૂચન કર્યું હતું ઉપરાંત જિલ્લામાં વેક્સિનેશન ની કામગીરી ખુબ જ મંથર ગતિએ ચાલી રહી છે અને ગ્રામ્ય વિસ્તારમાં લોકો વેક્સિનેશન કરાવતા નથી જેથી જિલ્લા પંચાયતના સદસ્યો ને વેકસિનેશનની કામગીરીમાં ઝડપ આવે એ માટે કાળજી લેવા તેમજ લોકોને સમજાવવા જાગૃતિ લાવવા ઉપરાંત તમામ સદસ્યોને જિલ્લાના વિકાસની કામગીરીમાં તાલુકા માં પ્રવાસો યોજવા પ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યું હતું. જોકે સામાન્ય સભામાં હાજર કેટલાક સદસ્યો જ કોવિડ -૧૯ ની ગાઈડ લાઈન નું ઉલ્લંઘન કરી રહેલા નજરે પડ્યા હતા.
ઉપપ્રમુખ સહિત ના કેટલાક સદસ્યો સામાન્ય સભા માં માસ્ક વિના જ બેસેલા જોવા મળ્યા હતા.વધુ વિગતો મુજબ આજે તમામ નવ સમિતિઓની રચના કરાઈ છે અને આગામી ૨૨મી જૂનના રોજ વિવિધ અધ્યક્ષો ની નિમણૂક કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જાહેર બાંધકામ સમિતિમાં અફઝલ ખાન પઠાણ અને ભાભીની બેન પટેલ નો સમાવેશ કરાયો છે બંને વચ્ચે અધ્યક્ષ પદ માટે હાલ તો ચર્ચાનો સ્થાન છે જોકે ભાવિની બેન પટેલ નો સમાવેશ શિક્ષણ સમિતિમાં કરવામાં આવેલો છે જેથી શાસકો દ્વારા ભાવિનીબેન પટેલને શિક્ષણ સમિતિનું ચેરમેન પદ આપી ને મનાવી લેવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.અને અફઝલ પટેલ ને જાહેર બાંધકામ સમિતિ ના અધ્યક્ષ પદ અપાય તેવું દેખાય રહ્યું છે.જોકે હાલ કઈ કહેવું વહેલું છે. ચિત્ર ખરૂં આગામી ૨૨ મી ના રોજ સ્પષ્ટ થશે.પરંતુ બંને સદસ્યો વચ્ચે હરીફાઈ ચોક્કસ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500