Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં હેડકોન્સ્ટેબલની કાર માંથી વિદેશીદારૂ ઝડપાયો, પોલીસ બેડા માં ચકચાર

  • December 29, 2020 

કુકરમુંડા આઉટ પોસ્ટ ખાતે ફરજબજાવતો હેડકોન્સ્ટેબલ યાદવની લાલ કલરની સ્વીફ્ટ કાર માંથી વિદેશી દારૂ ની બોટલો એલસીબીએ ઝડપી પાડતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે, જોકે એલસીબીની રેડમાં હેડકોન્સ્ટેબલ યાદવ નાશી છુટ્યો હતો, જેની હવે શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જીલ્લા કંટ્રોલરૂમ ને ટેલીફોનીક મળેલ વર્દીના આધારે તાપી જીલ્લાના એસપી શ્રી મતિ સુજાતા મજમુદારે જીલ્લા એલસીબી શાખાના ઇન્ચાર્જ પીઆઈ ડી.એસ.લાડને ટેલીફોનીક વર્દી આપતા જણાવ્યું હતું કે, વર્દીમાં હેડકોન્સ્ટેબલ યાદવભાઈ દારૂ પીધેલ હોય કાયદેસર ની કાર્યવાહી કરવા સુચના આપતા એલસીબી ની ટીમ દોડતી થઇ ગઈ હતી.

 

 

 

એલસીબીમાં શાખામાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈ નાઓની ફરિયાદ ના આધારે ગત રાત્રે વ્યારાના ઇન્દુગામ ની સીમમાં ઓવર બ્રિજની બાજુમાં આવેલ વસંત વાટિકા સોસાયટીમા મકાન નંબર એ/80 ની સામે હેડકોન્સ્ટેબલ યાદવ ઉર્ફે કૃષ્ણકુમાર બનવારીલાલ યાદવએ પાર્ક કરેલી લાલ કલરની સ્વીફ્ટ કાર નંબર જીજે/19/એ/9250 માંથી વિદેશી દારૂની કુલ 4 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 15,00/- તથા એક વિવો કમ્પની નો મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા 5,000/- તથા કારની કિંમત રૂપિયા 1.50 લાખ મળી કુલ રૂપિયા 1,56,500/- મુદ્દામાલ જીલ્લા એલસીબીએ કબજે કર્યો છે,

 

 

 

જોકે એલસીબી ની રેડ દરમિયાન હેડકોન્સ્ટેબલ યાદવ ઉર્ફે કૃષ્ણકુમાર બનવારીલાલ યાદવ નાશી છુટ્યો હતો, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, હેડકોન્સ્ટેબલ ની કાર માંથી વિદેશી દારૂ ઝડપાતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application