તાપી જીલ્લામાંથી તાજેતરમાં જ 15 જેટલા યુવાનો લશ્કરી ભરતીમાં પસંદગી પામ્યા હતાં. જે બાદ તમામ યુવાનોને કલેક્ટર આર.જે. હાલાણી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારંભમાં કંઈક ખુટતુ હોય એવું લાગી રહ્યું હતું અને તે વાત જીલ્લાનાં પોલીસ વડા સુજાતા મજમુદારે કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, જેવી રીતે જીલ્લાના યુવાનોનો લશ્કરી ભરતીઓ તથા અન્ય ભરતીઓમાં પસંદગી પામવાનો રેશિયો વધી રહ્યો છે તે સરાહનીય છે પરંતુ હું ઇચ્છું છું કે, આ રેસમાં યુવતીઓ પણ યુવાનો સાથે ખભેખભા મિલાવીને તૈયારી કરે અને ભરતીઓમાં પસંદગી પામે.
જીલ્લાનાં પોલીસ વડાની આ વાત સાચી પડી છે અને જીલ્લામાંથી પ્રથમ વાર એક મહિલા સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતીમાં BSF કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામી છે. બીએસએફમાં જીલ્લાવતી પ્રથમ મહિલા તરીકે પસંદગી પામનાર નિકિતાબેન જી. ગામીત મૂળ વ્યારાના વતની અને છેલ્લા બે વર્ષથી હોમગાર્ડ તરીકે સેવા બજાવતા હતા. જેઓનું કલેક્ટર આર.જે.હાલાણીએ સન્માન કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, પરિણામે તાપી જીલ્લામાંથી નિકિતા ગામીત સહિત 16 યુવાનો લસ્કરી ભરતીમાં પસંદગી પામ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application