ઓસ્ટ્રેલિયાનાં સૌથી મોટા શહેર સિડનીએ તેની આસપાસનાં વિસ્તારોમાં પૂરને કારણે અનેક મકાનોમાં પાણી ભરાઇ ગયા છે અને 50 હજારથી વધુ લોકોને અસર થઇ છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. સ્ટેટ ઇમરજન્સી સર્વિસ મેનેજરના જણાવ્યા અનુસાર, સિડની વિસ્તારમા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે પાણીમાં ફસાયેલા 100થી વધુ લોકોને બચાવ્યા હતાં.
જયારે 50 લાખની વસ્તી ધરાવતા સિડની છેલ્લા 16 મહિનામાં ચોથી વખત પૂર આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક ડેમોમાં પાણીનું સ્તર ખતરાનાં નિશાનથી ઉપર છે. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય સરકારે સ્થાનિક સરકાર હેઠળ આવતા 23 વિસ્તારોમાં ઇમરજન્સીની જાહેરાત કરી હતી. સરકાર પૂર અસર ગ્રહસ્તો માટે નાણાકીય મદદની પણ જાહેરાત કરી છે.
ન્યૂ સાઉથ વેલ્સનાં પ્રિમિયર ડોમિનિક પેરેટોટે જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને તેમના ઘરો છોડીને સુરક્ષિત સ્થળે જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પૂરને કારણે 50 હજાર લોકોને અસર થઇ છ. જેમાંથી 32 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમણે લોકોને સચેત રહેવાની ચેતવણી આપી છે. બ્યૂરો ઓફ મેટ્રોલોજી મેટ્રોલોજિસ્ટ જોનાથન હાઉના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં સિડનીમાં 8 ઇંચ જેટલો વરસાદ પડયો છે. જે શહેરના વાર્ષિક સરેરાશ વરસાદથી 17 ટકા વધારે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500