Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતથી ૪૫ મિનિટમાં સૌરાષ્ટ્ર પહોંચાશે, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલીની ફલાઇટ શરૂ

  • January 01, 2022 

ગુજરાત સરકારની દુરદેશી પૂર્વકની નીતિઓ અને નાગરિક સુવિધામાં ઉમેરો કરવાની યોજનાઓમાં વધુ એક સુવિધાનો ઉમેરો કરાયો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી પુર્ણેશ મોદીના નેતૃત્વમાં કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા સુરતની એરલાઇન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શહેરોને એકબીજા સાથે હવાઇમાર્ગે જાડવા માટે કરાર કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત વેન્ચુરા એરકનેકટ દ્વારા ૯ સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી આ ૪ સેક્ટર પર રોજની ફલાઇટ ચલાવવામાં આવી છે. જેથી ૪૫ મિનિટની અંદરથી સુરતી સૌરાષ્ટ્ર અને ૬૦ મિનિટમાં અમદાવાદ પહોંચી શકાશે.વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે અને ભારતમાં બીજા ક્રમે સ્થાપિત કરનારા સ્વચ્છતાના સૈનિકોને સુરતના આસ્માનમાં પ્રથમ હવાઇ યાત્રા કરાવી વિશિષ્ટ રીતે સન્માનિત કરવામાં આવેલ. જેની સાથેસાથ હરહમેશ નાગરિકોની સુરક્ષા અને સેવામાં ખડેપગે તત્પર રહીને સુરત શહેરને કાઇમ કંટ્રોલ અને સર્વશ્રેષ્ઠ સિક્યુરિટી સિસ્ટમમાં પ્રથમ ક્રમે બિરાજિત કરાવનાર વીર પોલીસ જવાનોનું પણ પ્રથમ હવાઇ યાત્રા કરાવી સન્માન કરવામાં આવેલ સ્વચ્છ અને સુરક્ષિત સુરતનો નજારો હવાઇયાત્રા દ્વારા માણી શકે તે પ્રમાણે ઐતિહાસિક પ્રારંભ કરેલ છે. વેન્ચુરા એરકનેકટના વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઇલોટ સાથે ઉદ્દયન ભરશે અને સેક્ટર પ્રમાણે સુરત ભાવનગર-૩૦ મિનિટ, સુરત-અમરેલી- ૪૫ મિનિટ, સુરત-અમદાવાદ-૬૦ મિનિટ અને સુરત રાજકોટ-૬૦ મિનિટમાં પૂર્ણ થશે. આ પ્રસંગે સમાજસેવા માટે હંમેશા તત્પર રહેનારા વેન્ચુરા એરકનેક્ટ દ્વારા અમરેલી એરપોર્ટ ખાતે પણ મુક-બધિર બાળકોને હવાઇસફર કરાવી વિશિષ્ટ રીતે નાગરિક સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.ઉદ્યોગને ફાયદો થશે સરકારની આ યોજનાથી રાજ્યમાં ખુબજ જડપી હવાઇસેવા છેવાડાના સુધી પહોંચી શકાશે અને ઇમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશેજ પરંતુ તેની સાથે ઉધોગોને અને પ્રવાસન ઉધોગોને પણ ફાયદો થશે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન મુજબ વેન્ચુરા એરકનેકટ દ્વારા તમામ કક્ષાના લોકો આ સેવાનો લાભ લઇ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેક્ટર માટે એક સરખો ભાવ માત્ર રૂપિયા ૧૯૯૯ રાખવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application