સુરતનાં પલસાણા તાલુકાનાં જોળવા ગામે આવેલ આરાધના રેસિડેન્સીમાં પલસણા પોલીસે જુગાર રમતા ૫ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસે જોળવા ગામની આરાધના રેસિડેન્સીમાં દરોડો પાડી મનોજ સિમાચલ બડાઈ (ઉ.વ.૩૨, રહે.આરાધના ફ્લોરા સોસાયટી, જોળવા ગામ,પલસાણા), રામચંદ્ર શ્રીધર ગૌડ (રહે.સાલાસાર સોસાયટી, હલધરૂ ગામ, કામરેજ), રતિલાલ કબીરાજ જૈના (રહે.આરાધના ડ્રીમ સોસાયટી જોળવા ગામ, પલસાણા), કુના પ્રહલાદ પધિહારી (રહે.અજય પેલેસ જોળવા ગામ, પલસાણા) અને મુન્ના બૈરાગી સ્વાઇ (રહે.જોળવા ગામ)ને જુગાર રમતા ઝડપી પાડયા હતા. તેમની પાસેથી જુગાર રમી દાવ ઉપરના રોકડા રૂપિયા ૬૭૦0, રોકડા રૂપિયા ૮૯૭૦ તથા બાઈક તથા તેમની અંગઝડતીમાં ૪ મોબાઇલ કિંમત રૂપિયા ૨૧,૦૦૦ મળી કુલ રૂપિયા ૮૬,૬૭૦નો મુદ્દામાલ કબજે કરીને તમામની વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500