વલસાડનાં વાપીમાં ભીષણ આગ લાગી હતી જેમાં ડુંગરા વિસ્તારમાં આવેલા એક ભંગારનાં ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને પેપર તેમજ કેમિકલ વેસ્ટ હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. જેથી આજુબાજુનાં અન્ય 10 ગોડાઉન પણ આગની ઝપેટમાં આવ્યાં છે. ભીષણ આગને પગલે વાપી ફાયર બ્રિગેડે મેજર ફાયર કોલ જાહેર કરતા વલસાડ જિલ્લાનાં તમામ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચવા માટે દોડતી થઈ હતી. મળતી માહિતી મુજબ, વાપી તાલુકામાં આવેલા ડુંગરા વિસ્તારમાં ભંગારનાં ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.
ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તાત્કાલિક આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, આગ મોટી હોવાથી વાપી નોટિફાઇડ, GIDC અને નગર પાલિકાનાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જયારે ભંગારનાં ગોડાઉનમાં પ્લાસ્ટિક અને પેપર તેમજ કેમિકલ વેસ્ટ હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી અને જોત જોતામાં એક બાદ એક આજુબાજુમાં આવેલાં 10 જેટલાં ભંગારના ગોડાઉન આગની ચપેટમાં આવી ગયાં હતાં. જેથી તાત્કાલિક ફાયરની ટીમે મેજર કોલ જાહેર કરીને જિલ્લાનાં તમામ ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી. વાપીનાં ડુંગરાના ડુંગરી ફળિયામાં આવેલા ભંગારના ગોડાઉનમાં લાગેલી આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application