નિઝર ખાતે પેટ્રોલપંપની સામે વેફર્સનાં ગોડાઉનમાં વહેલી સવારે અચાનક શોર્ટ સર્કીટથી આગ લાગતા તમામ વેફર્સનો જથ્થો બળીને ખાખ થતાં અંદાજીત રૂપિયા ૧૦ લાખથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે જોકે આ આગને કાબુમાં લેવા માટે નંદુરબારથી ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી પરંતુ તે પહેલા તમામ સરસામાન બળી ગયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નિઝરમાં એસ્સાર પેટ્રોલ પંપની સામે આવેલી સાંઈ એજન્સીનાં ગોડાઉનમાં સવારે આગ ભભુકી ઉઠી હતી. ગોડાઉનમાં ભરેલ નમકીન વેફરનો જથ્થામાં આગ ભભુકી ઉઠતા ગણતરીની મિનીટોમાં આગમાં જથ્થો બળી ગયો હતો આગ ઉપર કાબુ મેળવવા મહારાષ્ટ્રનાં નંદુરબાર ખાતેથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. જોકે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા તો ગોડાઉનનો જથ્થો બળી ગયો હતો. ઘટના અંગે એજન્સીએ ગ્રામ પંચાયતને જાણ કરતા ગ્રામ પંચાયતે આગના બનાવ અંગે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી. અંદાજીત રૂપિયા ૧૦ લાખથી વધુનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application