ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાંજીટેમ્બરૂન ગામ તરફથી ભાતના પૂળિયાંનો જથ્થો ભરી પીપલાઈદેવી તરફ જઈ રહેલી પીકઅપ વાન ટાંકલીપાડા ગામમાંથી પસાર થઈ રહી હતી તે અરસામાં વીજ ટ્રાન્સફોર્મરની જીવંત તાર ભાતના પૂળિયાને અડી જતા આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલકે વાહનને મુખ્ય રોડની નીચે ઉતારી દીધું હતું. અને રસ્તાની બાજુમાં રહેતા ખેડૂતની મદદથી ખેતરમાંથી પાણીનો પાઈપ લાવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગમાં ભાતના પૂળિયાં સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા હતાં. સાથે પીકઅપ ગાડીને પણ મોટું નુકસાન થયુ હતું. આ બનાવમાં ચાલક મુકેશ ચૌધરી જેઓ ૪૦ ટકા દાઝી જતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application