Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લગ્નના વરઘોડા માં ધક્કો વાગી જતા પંચ વડે હુમલા કરી ધમકી આપનાર 2 વિરુદ્ધ ફરિયાદ

  • January 28, 2021 

રાજપીપળા ના દેશમુખ ફળીયા નજીક લગ્નના વરઘોડા માં નાચતી વખતે એક વ્યક્તિને ધક્કો વાગી જતા પંચ વડે હુમલો કરી ધમકી અપાતા ફરિયાદ નોંધાઈ છે.

 

 

પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા સડક ફળીયા માં રહેતા રવિભાઈ મંગાભાઇ વસાવા ની ફરિયાદ મુજબ તેઓ તેના મિત્રના વરઘોડામાં નાચતા હતા તે વખત પ્રેમ સુરેશભાઇ વસાવા ને ધકકો વાગતા ગાળો બોલવા લાગેલ જેથી ગાળો બોલવાની ના પાડતા પ્રેમ વસાવા ઍકદમ ઉશ્કેરાઇ જઇ રવિભાઈ ને પંચ વડે માથામાં મારી ઇજા કરી હતી તે વખતે છોટુભાઇ દિનેશભાઇ વસાવા પણ ત્યાં આવી રવિભાઈ ને લાકડી વડે સપાટા મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય રાજપીપળા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (ભરત શાહ દ્વારા-રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application