ઉચ્છલના ગવાણ ગામે ડુંગર માંથી બળતણના લાકડા કાપવા મુદ્દે બે જણા વચ્ચે થયેલ મારામારીમાં એકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાના ટોકરવા ગામના નાનું ફળીયામાં રહેતા લાલસીંગભાઈ ધુળજીભાઈ વસાવા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. લાલસીંગભાઈ વસાવાની ઉચ્છલના ગવાણ ગામની સીમમાં તાપી નદીના ફૂગારાના કિનારે ખેતર આવેલ હોય અને તેમના આ ખેતરમાં મગ તેમજ મકાઇનું વાવેતર કરેલ હોય જેથી લાલસીંગભાઈ અને તેમની પત્ની બિંદુબેન સાથે ખેતરમાં બનાવેલ છાપરામાં જ રહે છે. ગત તા.7મી માર્ચ ના રોજ સાંજના અરસામાં ગામના જ જાહગુભાઈ વસાવા નાએ લાલસીંગભાઈને જણાવેલ કે,તમોએ અમારા ખેતરના બાજુમાં આવેલ ડુંગર માંથી બળતણના લાકડા કાપી લીધેલ છે તેમ કહી જાહગુભાઈએ નાલાયક ગાળો આપી એકદમ ઉશ્કેરાઈ જઈ ઢીકા મુક્કીનો માર મારી તેની પાસેના કુહાડીના ડંડાથી માથાના ભાગે માર મારી દેતા બંને વચ્ચે થયેલ ઝપાઝપીમાં લાલસીંગભાઈ વસાવાને ઈજા પહોંચતા તેઓએ બુમાબુમ કરતા તેમની પત્ની બિંદુબેન આવી પહોચતા વધુ મારથી બચાવી લીધો હતો.
બનાવ અંગે લાલસીંગભાઈ ધુળજીભાઈ વસાવાએ પોલીસને ફરિયાદ કરી હતી. જેમની ફરિયાદના આધારે જાહગુભાઈ વસાવા વિરુધ્ધ ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application