Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણના બેહડારાયપુરા ગામે જમીન ખેડવા મુદ્દે બબાલ-મારામારી અને ધમકી : સામસામે ફરિયાદ નોંધાઈ

  • November 29, 2021 

ડોલવણના બેહડારાયપુરા ગામે જમીન ખેડવા મુદ્દે થયેલ બબાલ-મારામારી મામલે પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


ડોલવણ તાલુકાના બેહડારાયપુરા ગામે ચૌધરી ફળીયામાં આવેલ ખાતા નં. ૩૩૨ બ્લોક નંબર ૧૦૬૬ વાળી સહિયારી જમીનમાં તા.૨૬મી નવેમ્બર નારોજ પ્રકાશભાઇ અમરસિંગભાઇ ચૌધરી નાઓના ભાગમાં આવેલ જમીનમાં રાજેશભાઇ નાઓ સાથે ટ્રેકટરથી ખેડ કરવા માટે ગયેલ તે વખતે ગામના ચૌધરી ફળીયામાં રહેતા દિનેશભાઇ શુકકરભાઇ ચૌધરી અને બાબુભાઇ શુક્કરભાઇ ચૌધરી તથા શીતલભાઇ બાબુભાઇ ચૌધરી નાઓ ખેતરે જઇ જણાવેલ કે આ જમીન અમારી છે. તમારે ખેડવાનુ નથી તેમ કહી નાલાયક ગાળો આપી ઝપાઝપી કરી ઢીક્કમુક્કીનો માર મારી જતા જતા કહેતા ગયેલ કે આજે તો તમે બચી ગયા છો બીજીવાર ખેતરે ખેડ કરશો તો તમોને માર માર્યા વગર છોડીશુ નહી તેવી ધમકી આપી હતી. જોકે આ મામલે પ્રકાશભાઇ ચૌધરી પોલીસને ફરિયાદ કરી હતી.


જોકે બીજી તરફ દિનેશભાઇ શુકકરભાઇ જાતે ચૌધરીએ પણ પોલીસ મથકે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે પ્રકાશભાઇ અમરસિંગભાઇ ચૌધરી  અને રાજેશભાઇ અમરસિંગભાઇ ચૌધરી નાઓ પોતાનુ ટ્રેકટર લઇ ખેડ કરવા માટે ગયેલ તે વખતે જણાવેલ કે તમે આ જમીન માંથી ૧૦ ગુંઠા જમીન અમોને પુછ્યા વગર કેમ જયેશભાઇ જગદીશભાઇ ચૌધરી ને ભાડા પેટે આપેલ છે તેમ કહેતા પ્રકાશભાઇ ચૌધરી  અને રાજેશભાઇ ચૌધરી નાઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ઢીક્ક મુક્કીનો માર મારી-ધક્કો મારીદઇ પાડી દઇ તે વખતે બાબુભાઇ તથા શીતલભાઇ નાઓને નાલાયક ગાળો આપી ઝપા ઝપી કરવા લાગેલ કહેતા હતા કે આજે તો તમે બચી ગયા છો. બીજી વાર ખેતરે આવશો તો તમોને માર માર્યા વગર છોડીશુ નહી તેવી ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયેલ જોકે ત્યાર બાદ જગદીશભાઇ અને જયેશભાઇ નાઓ ખેતરે આવી બાબુભાઇ તથા શીતલભાઇ ને નાલાયક ગાળો આપી કહેતા હતા કે બીજીવાર ખેતરે આવશો તો તમોને માર માર્યા વગર છોડીશુ નહી તેવી ધમકી આપી હોવાની ફરિયાદ દિનેશભાઇ શુકકરભાઇ ચૌધરીએ પણ પોલીસ મથકે કરી હતી. ડોલવણ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે તા.૨૭મી નવેમ્બર નારોજ સામસામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application