સુરત શહેરના કડોદરા વિસ્તારમાં આજરોજ સવારે પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં અત્યાર 2 મજૂરના મોત નીપજ્યા હતા અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા જ્યારે હાઈડ્રોલિક લિફ્ટ દ્વારા 125થી વધારે મજૂરોને બચાવી લેવાયા છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની કેટલીક ગાડીઓ હજુ પણ હાજર છે. જાણકારી અનુસાર ઘટના તે સમયે થઈ જ્યારે મજૂર પાંચમા માળ પર કામ કરી રહ્યા હતા. સૂત્રો અનુસાર કેટલાક લોકોએ જીવ બચાવવા માટે કથિત રીતે ઈમારત માંથી કૂદકો માર્યો જેમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા.
પોલીસે જણાવ્યુ કે કડોદરા ઓદ્યોગિક ક્ષેત્ર સ્થિત એકમથી 100થી વધારે લોકોને સુરક્ષિત નીકાળ્યા છે અને ઘટનામાં કેટલાક કર્મચારીઓ દાઝી ગયા છે. કડોદરાના પોલીસ નિરીક્ષકે જણાવ્યુ કે, વીવા પેકેજિંગ કંપનીમાં લગભગ સાડા ચાર વાગે આગ લાગી ગઈ હતી. આગ એકમના પહેલા માળે લાગેલી અને તાત્કાલિક જ અન્ય માળ પર પણ ફેલાઈ ગઈ. ઈમારતની અંદર ફસાયેલા શ્રમિકોને કાઢવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યુ કે, આગ લાગવાનુ કારણ હજુ જાણી શકાયુ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application