ફ્લાઈટમાં મહિલાઓ સાથે છેડતીના કેસ વધી રહ્યા છે. હવે મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી INDIGO ફ્લાઈટમાં એક મહિલા યાત્રી સાથે છેડતી કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપી વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી દેવામાં આવી છે. INDIGOના પ્રવક્તાએ જણાવ્યું કે, આ ઘટના તારીખ 10 સપ્ટેમ્બરના રોજ ફ્લાઈટ નંબર-6E 5319માં બની હતી. પીડિતા દ્વારા કથિત જાતીય સતામણીની ફરિયાદ નોંધાવ્યા બાદ વિમાન ગુવાહાટીમાં ઉતર્યા બાદ આરોપીને આસામ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, ફરિયાદી દ્વારા સ્થાનિક પોલીસમાં જાતીય FIR નોંધાવવામાં આવી છે. જેના આધાર પર કાર્યવાહી કરવામાં આવા છે.
INDIGO પ્રવક્તાએ કહ્યું કે, જ્યાં પણ આવશ્યકતા હશે અમે તપાસમાં સહયોગ આપીશું. તેમણે કહ્યું કે, ફરિયાદ મળતા તાત્કાલિક જ અમે કાર્યવાહી કરી છે. આ અગાઉ દુબઈથી અમૃતસર જતી ફ્લાઈટમાં પણ છેડતીનો મામલો સામે આવ્યો હતો. શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી રહેલા પ્લેનમાં નશામાં ધૂત વ્યક્તિ દ્વારા ફ્લાઈટની મહિલા ક્રૂ મેમ્બરની છેડતી કરવામાં આવી હતી. જોકે પ્લેન અમૃતસર પહોંચતા જ પોલીસે તેની ધરપકડ કરી હતી. છેલ્લા બે મહિનામાં વિવિધ ફ્લાઈટ્સમાં જાતીય સતામણીના ઓછામાં ઓછા 4 કેસ નોંધાયા છે. અગાઉ 16 ઓગસ્ટના રોજ દિલ્હી-મુંબઈ સ્પાઈસજેટની ફ્લાઈટમાં કથિત જાતીય સતામણીનો મામલો સામે આવ્યો હતો જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500