Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીનાં સાદકપોર ગામે દીપડો વાછરડાને ખેંચી જતાં લોકોમાં ડરનો માહોલ

  • May 05, 2025 

નવસારીનાં ચીખલી તાલુકાનાં સાદકપોર ગામનાં બામણિયા ફળિયામાં એક સપ્તાહમાં એક દીપડો અને એક દીપડી પાંજરે પુરાયાની હતી ત્યાં જ તલાવચોરા ગામના વચલા ફળિયામાં વહેલી સવારે એક ઘરની પાછળ દીપડો વાછરડાને ખેંચી જઈ ફાડી ખાઈને ત્યાંથી પલાયન થઈ ગયો હતો.


જયારે વચલા ફળિયામાં રહેણાક વિસ્તારમાં દીપડો આવી ચઢતા સ્થાનિકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે ગત માસમાં તલાવચોરા બારોલીયા-સંજય ફાર્મ ખાતે નિલમભાઈ પટેલના ખેતરમાંથી દીપડો પાંજરે પુરાયો હતો અને હવે તલાવચોરા વચલા ફળિયામાં પણ રહેણાક વિસ્તારમાં દીપડાનો પગરવ થતા સ્થાનિકોની ચિંતા વધી હતી. જોકે આ અંગેની જાણ ચીખલી વનવિભાગને કરવામાં આવતા આર.એફ.ઓ. દ્વારા જરૂરી સર્વે કરાવી પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application