ડોલવણ ચાર રસ્તા નજીક યુવક સાથે ઇંકો ગાડી અથડાવી નીચે પાડી નાંખી પિતા-પુત્રએ લોખંડનાં પાઈપથી ફટકા મારી ઈજા પહોંચાડી હતી. યુવકને માથાનાં પાછળનાં ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. પિતા-પુત્રએ યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. યુવકે હુમલો કરનાર પિતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડોલવણનાં દાદરી ફળીયાનાં રાકેશભાઈ બાબુભાઈ ચૌધરી (ઉ.વ.૩૫) જેઓ ગત તારીખ ૨૧/૧૨/૨૪નાં રોજ સવારે પોતાની બાઈક નંબર જીજે/૨૬/એમ/૬૮૫૨ લઈને ડોલવણ ચાર રસ્તા નજીક ગ્રાઉન્ડની બાજુમાં નાસ્તાની દુકાન ઉપર ગયા હતા.
ત્યાં હાજર રામુભાઈ વિરસીંગભાઈ ચૌધરીને રાકેશભાઈએ જણાવ્યું કે, તમારો દિકરો સંદિપ અવાર-નવાર હું નોકરી પર જાઉં ત્યારે સામે મળે તો તેની ઈકો ગાડી મારી ઉપર લાવે છે તેમ કહેતા તેમણે જણાવ્યું કે તું ઉભો રહે હું મારા દિકરા સંદિપને બોલાવું છું કહી દુકાનની અંદર જઈ સંદિપને ફોન કરીને બોલાવ્યો હતો. થોડીવારમાં સંદિપ તેની ઈકો ગાડી લઈને આવતા જેણે રાકેશભાઈ સાથે ઈકો ગાડી અડાડી નીચે પાડી દઈ તથા રામુભાઈ ચૌધરીએ દુકાનમાંથી લોખંડનો પાઇપ લાવી યુવકનાં જમણા પગે ઘુંટીના ભાગે તથા નળાના ભાગે મારી ફ્રેકચર કરી ઈજા પહોંચાડી તથા સંદિપએ લોખંડનો પાઈપ પિતા પાસેથી લઇને યુવકને માથાના પાછળના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. પિતા-પુત્રએ લોખંડના પાઈપથી રાકેશભાઈને સપાટા મારી ઈજા પહોંચાડી તથાગાળો બોલી બીજી વાર એકલો મળશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટના અંગે રાકેશભાઈનાંએ રામુભાઈ વિરસીંગભાઈ ચૌધરી અને સંદિપભાઈ રામુભાઈ ચૌધરી સામે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application