સોનગઢના જૂના ગામમાં ચૂંટણીમાં જીતવાનો નથી એવી યુવકે મહિલા સાથે વાત કરતા અકળાયેલા પિતા-પુત્રએ યુવકને મારમાર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢના દક્ષિણ સ્ટ્રીટ ફળિયું જુનાગામ વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય દિલીપભાઈ પસોત્તમભાઈ મિસ્ત્રી ગત તારીખ ૩૧-૦૧-૨૦૨૫ નારોજ સાંજના સમયે તેમના મિત્ર નહેસદભાઈ ભુપેન્દ્રભાઈ મહેતાની બસ સ્ટેન્ડ સામે આવેલી દુકાન પર બેઠા હતા. ત્યારે દિલીપ મિસ્ત્રીએ માયાબેન મહેતા સાથે નગરપાલિકાની ચૂંટણી બાબતે ફોન પર વાતચીત કરતા જણાવ્યું કે, ચિંતનભાઈ ઊભા રહે તો હું તમને મદદ કરીશ નહીં અને એ ચૂંટણીમાં ચૂંટાવાનો પણ નથી.
આ વાતની જાણ થતાં ચિંતનભાઈ અશ્વિનભાઈ મહેતા અને રશ્મિનભાઈ અમતભાઈ મહેતા (બંને રહે. રામજી મંદિર સામે, જૂનાગામ, સોનગઢ) દિલીપ મિસ્ત્રી પાસે આવી ઝઘડો કરી ગાળો આપી ઢીકામુક્કીનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેથી દિલીપ મિસ્ત્રીએ પોલીસ ફરિયાદ કરવાનું જણાવતા ચિંતનભાઈએ જણાવ્યું કે, તમારાથી થાય તે કરી લો મારું કોઈ કંઈ કરી લેવાનું નથી, તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ પોલીસવાળા મારા ઓળખીતા છે. જેથી મને કશું કરશે નહીં. ત્યારબાદ દિલીપ મિસ્ત્રી પોલીસ મથકે ગયો હતો ત્યાં પણ પિતા-પુત્રએ પહોંચી દિલીપ મિસ્ત્રી સાથે ઝઘડો કર્યો હતો. બનાવ અંગે દિલીપ મિસ્ત્રીએ ચિંતન મહેતા અને તેના પિતા રશ્મિન મહેતા સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500